બાપ દ્વારા ૧૪ વર્ષીય પુત્રીનું ૩ વર્ષ સુધી જાતીય શોષણ - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • બાપ દ્વારા ૧૪ વર્ષીય પુત્રીનું ૩ વર્ષ સુધી જાતીય શોષણ

બાપ દ્વારા ૧૪ વર્ષીય પુત્રીનું ૩ વર્ષ સુધી જાતીય શોષણ

 | 2:00 am IST

પિતા અને પુત્રીના સ્નેહ અને વાત્સલ્યસભર સંબંધને લાંછન લગાવતો એક કિસ્સો ભુજના જ્યેષ્ઠાનગરમાં બન્યો છે, જેમા કામાંધ બનેલા પિતાએ તેની ૧૪ વર્ષીય પુત્રીની સાથે સતત ૩ વર્ષ સુધી એક પિતાને ન છાજે તેવું ફિટકાર લાયક કૃત્ય કર્યું છે. જે મામલે પોલીસ ફરિયાદ થતાં જ શેતાન બનેલો પિતા ફરાર થઈ ગયો છે, જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પિતા માટે ‘દીકરી વહાલનો દરિયો’ છે. હર એક પિતાનું સપનું અને કર્તવ્ય હોય છે, જે દીકરીના હાથ પીળા કરી માંડવેથી એક આંખમાં કર્તવ્ય પૂર્ણ કર્યાનો હર્ષ અને બીજી આંખમાં વહાલી દીકરીની વસમી વિદાયના દુઃખના આંસુઓ હોય છે. જ્યારે આ વાત્સલ્યપૂર્ણ સંબંધને વાસનાનું ગ્રહણ લાગે અને તે પણ તેના સગા બાપ તરફથી ત્યારે તે પુત્રીની શી હાલત થતી હશે? જેની રગોમાં તે બાપનું લોહી વહેતું હોય તેની સાથે વાસનાના ખેલ ખેલનાર બાપને પિતા તો ન કહી શકાય. હા, નરપિશાચ જરૃર કહેવાય. હજુ તો જે દીકરીએ યુવાનીમાં ડગ પણ નથી મુક્યો, જેની ખેલવા રમવાની ઊંમર છે તેના પર સગા બાપની કુદૃષ્ટિ પડે ત્યારે લોહીના સંબંધોના ચીંથરા જ ઉડે. વાત છે ભુજના જ્યેષ્ઠાનગર વિસ્તારની જ્યાં સગા બાપે તેની પુત્રી ૧૧ વર્ષની થઈ ત્યારથી સતત ૩ વર્ષ સુધી તેની સાથે ન કરવાના કૃત્યો કર્યા અને તે પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે તેની સામે પોક્સો સહિત વિવિધ કલમો તળે ગુનો દાખલ થયો છે.

અંતે માતાને વાત કહી

ઢગાએ તેની પુત્રી ૧૧ વર્ષની થઈ ત્યારથી જ તેની સાથે ન કરવાના કૃત્યો શરૃ કર્યા. માતા જ્યારે ઘેર ન હોય ત્યારે કામાંધ બનેલો પિતા તેના જ લોહી પિંડથી પેદા થયેલી પુત્રી પાસે ન કરાવવાના કૃત્યો કરાવતો. આ સિલસિલો સતત ૩ વર્ષ સુધી ચાલ્યો હતો. માતાને પિતા દ્વારા થતી જાતીય છેડછાડ તથા વાસનામાં ભાન ભૂલેલો પિતાએ શું કર્યું? તે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન