Daughter sprays petrol on father, who is not doing business in Songadh
  • Home
  • Featured
  • કળિયુગી દીકરીએ આખરે આ એક વાતથી કંટાળી પિતા પર પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા, જાણો દર્દનાક ઘટનાની કહાની

કળિયુગી દીકરીએ આખરે આ એક વાતથી કંટાળી પિતા પર પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા, જાણો દર્દનાક ઘટનાની કહાની

 | 11:12 am IST

રાજ્યમાં લોકડાઉન વચ્ચે હવે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તમે સાંભળ્યું હશે કે એક કળિયુગી પુત્ર પોતાના જન્મદાતા પિતાની હત્યા કરી હોય, પરંતુ તમે કદી નહીં સાંભળ્યું હોય કે એક દીકરીએ તેના પિતાની હત્યા કરી હોય. ત્યારે છેલ્લા કેટલાંય સમયથી કામધંધો નહીં કરતા પિતાએ પુત્રીએ પેટ્રોલ છાંટી સોનગઢમાં સળગાવી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

સામાન્ય બાબતમાં પિતા અને પુત્રી વચ્ચે રોજબરોજ ઝઘડા થતા હતા. તેમાં પિતા કોઈ કામધંધો નહીં કરતા હોવાથી પુત્રીએ પિત્તો ગુમાવી પિતા પર પંટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. સમગ્ર બનાવની હકીકત એવી છે કે, સોનગઢ નગરના પીપળ ફળિયામાં રહેતા રાજેન્દ્ર મોતીલાલ જૈન (ઉવ.60) ગત તા.19-05-2020ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં પોતાના ઘરના પગથીયા પર બેઠા હતા. ત્યારે તેની પુત્રી તેજલ રાજેન્દ્ર જૈને ત્યાં આવીને પિતા સાથે કામ ધંધો કરવા બાબતે ઝઘડો કર્યો હતો.

તેજલ ઉગ્ર થઈને પોતાના પિતાને કહેતી હતી કે, તમે કામ ધંધો કરતા નથી. માટે ઘરે આવો નહીં, અહીંથી જતા રહો, તેમ છતા રાજેન્દ્ર જૈન ત્યાં જ બેસી રહેતા તેજલ ઘરમાં જઈને પેટ્રોલ ભરેલ બાટલો લઈ આવી હતી અને પોતાના પિતાના શરીર પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી સળગાવી દીધા હતા.

આ ઘટનામાં રાજેન્દ્ર જૈન ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાં રાજેન્દ્ર જૈને ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખાતે ખસેડાયા હતા. ત્યાં રાજેન્દ્ર જૈને પોતાની પુત્રી તેજલ જૈન વિરુદ્ધ સુરત પોલીસને ફરિયાદ આપતા આજે તા. 20ના રોજ સોનગઢ પોલીસે તેજલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો કે, આ બનાવ બાદ સમગ્ર સોનગઢ પંથકમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. કારણ કે, એક પુત્રી આ હદ સુધી ક્યારેય જઈ ન શકે તેમ છતાં લોકડાઉનની સ્થિતિમાં પુત્રીએ પોતાનો પિત્તો ગુમાવી આ કરૂણ બનાવને અંજામ આપ્યો હતો.

જુઓ આ પણ વીડિયો: વડોદરા – આજથી પોલીસ કરશે કડક કાર્યવાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન