Rajkot: Seven Daughters Gave Last Rituals To Mother
  • Home
  • Gujarat
  • રાજકોટ: 7 દીકરીઓએ પિતાને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર, ભાવુક દ્રશ્યો જોઇ ભીની થઈ જશે આંખો

રાજકોટ: 7 દીકરીઓએ પિતાને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર, ભાવુક દ્રશ્યો જોઇ ભીની થઈ જશે આંખો

 | 3:13 pm IST

અંતિમ યાત્રામાં સામાન્ય રીતે મહિલાઓ ડાઘુઓ સાથે સ્મશાનમાં જતી નથી તેવું જોવામાં આવતું હોય છે. એટલું જ નહીં, મહિલા દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવા ભાગ્યે જ કોઇ કિસ્સાઓ જોવા મળતા હોય છે. જો કે રાજકોટમાં આનાથી વિપરીત જોવા મળ્યું છે. રાજકોટમાં રહેતા મધુબેન પરમારનું ગઇકાલે 82 વર્ષની ઉંમરે નિધન થયું હતુ, ત્યારે તેમની દીકરીઓએ તેમના અંતિમ સંસ્કાર કરીને એક નવું ઉદાહરણ પુરુ પાડ્યું છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે મૃતક મધુબેનને સંતાનમાં પુત્ર નહોતો. તેમને 7 દીકરીઓ હતી. મધુબેનનું નિધન થતા તેમની 7 દીકરીઓએ તેમના અંતિમસંસ્કાર કરીને પુત્રની ગરજ સારી છે. આ ભાવુક દ્રશ્યો જોઇને ગામ લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી. દીકરીઓએ માતાની નનામીને કાંધો આપ્યો હતો અને માતાનાં અગ્નિસંસ્કાર કરીને સમાજમાં એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ દરમિયાન ઘણા જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા જે જોઇને કોઇ પણની આંખો ભીંજાઈ જાય.

આ પહેલા ગોંડલનાં મોટાદડવા ગામનાં 75 વર્ષિય પટેલ નાનજીભાઈ ધનજીભાઈ વસાણીનું અવસાન થયું હતુ, ત્યારે તેમની 2 દીકરીઓએ કાંધ આપી હતી. એટલું જ નહીં દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપીને અગ્નિસંસ્કાર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન