Daughters Of Davinder Singh Studies In Bangladesh, ISI Giving Fund!
  • Home
  • Featured
  • મોટો ધડાકો: બાંગ્લાદેશમાં દેવિન્દર સિંહની દીકરીઓનાં અભ્યાસ માટે ISI આપે છે ફંડ!

મોટો ધડાકો: બાંગ્લાદેશમાં દેવિન્દર સિંહની દીકરીઓનાં અભ્યાસ માટે ISI આપે છે ફંડ!

 | 10:25 pm IST

જમ્મુ-કાશ્મીરનાં કુલગામથી હિઝબુલ મુઝાહિદ્દીનનાં આતંકવાદીઓની સાથે ધરપકડ કરવામાં આવેલા સસ્પેન્ડેડ ડીએસપી દેવિન્દર સિંહ પર એનઆઈએએ ગાળિયો કસ્યો છે. એનઆઈએએ કેસ નોંધાવ્યા બાદ સસ્પેન્ડેડ ડીએસપી દેવિન્દર સિંહનાં પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈથી કનેક્શનની તપાસમાં લાગી છે. હિઝુબુલ મુઝાહિદ્દીનનાં કમાન્ડર નવીદ બાબૂ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદી ગુલામ મોઇનુદ્દીન ડાર ઉર્ફ ઝાહિદ સાથેનું કનેક્શન સામે આવ્યું છે. ત્યારબાદથી આઈએસઆઈ એજન્ટ તરીકે દેવિન્દર સિંહ લાંબા સમય સુધી કામ કરવાની એનઆઈએની આશંકા બમણી થઈ ગઈ છે.

દીકરીઓનાં શિક્ષણ માટે ISI આપે છે ફંડ!

સૂત્રોનો એ પણ દાવો છે કે દેવિન્દર સિંહની દીકરીઓનાં શિક્ષણ માટે આઈએસઆઈ ફંડ આપે છે. આનું કારણ એ છે કે સામાન્ય રીતે ભારતીયો પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે બાંગ્લાદેશ નથી મોકલતા. એનઆઈએએ જમ્મુ-કાશ્મીર પોલીસનાં સસ્પેન્ડેડ ડીએસપી દેવિન્દર સિંહ દ્વારા વર્ષ 2005માં લખવામાં આવેલા પત્રની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. દેવિન્દર સિંહનો આ પત્ર દિલ્હી પોલીસને એ 4 આતંકવાદીઓ પાસેથી મળ્યો જેમને 1 જુલાઈ 2005નાં ગુરૂગ્રામ-દિલ્હી બૉર્ડર પર અથડામણ બાદ ધરપકડ કપવામાં આવ્યો હતો. આ પત્ર દ્વારા આતંકવાદી હાઝી ગુલામ મોઇનુદ્દીન ડાર ઉર્ફ ઝાહિદને એક પિસ્તોલ અને એક વાયરલેસ સેટ લઇ જવાની પરવાનગી આપવામાં આવી હતી.

ત્રણ દિવસ માટે ગયો હતો બાંગ્લાદેશ

તપાસમાં એ વાત પણ સામે આવી છે કે 2019માં દેવિન્દર સિંહ ત્રણ દિવસ માટે બાંગ્લાદેશ ગયો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરનાં સસ્પેન્ડેડ ડીએસપી દેવિન્દર સિંહની બે દીકરીઓ અત્યારે બાંગ્લાદેશમાં અભ્યાસ કરી રહી છે. જો કે સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે દેવેન્દ્ર સિંહનાં બાંગ્લાદેશ પ્રવાસનું અસલી કારણ આઈએસઆઈ કનેક્શન હોઈ શકે છે. હવે એનઆઈએ એ વાતની તપાસ કરી શકે છે કે શું દેવિન્દર સિંહે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આઈએસઆઈ એજન્ટોથી મુલાકાત કરી હતી? સૂત્રોનો એ પણ દાવો છે કે દેવિન્દર સિંહની દીકરીઓનાં શિક્ષણ માટે આઈએસઆઈ ફંડ આપે છે. આનું કારણ એ છે કે સામાન્ય રીતે ભારતીયો પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે બાંગ્લાદેશ મોકલતા નથી.

દેવિન્દરનાં બેંક એકાઉન્ટની થશે તપાસ

સૂત્રોનું એ પણ કહેવું છે કે પાકિસ્તાન બાદ દુબઈ, નેપાળ અને બાંગ્લાદેશ આતંકવાદીઓ અને આઈએસઆઈ એજન્ટો માટે સુરક્ષિત જગ્યા છે. આનાથી બાંગ્લાદેશમાં દેવિન્દર સિંહ આઈએસઆઈ એજન્ટોને મળ્યો હોવાની આશંકા વધી ગઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ દેવિન્દર સિંહનાં બેંક એકાઉન્ટની પણ તપાસ કરી રહી છે. દેવિન્દર સિંહનાં ઘરેથી મળી આવેલા સાડા સાત લાખ રૂપિયાનાં સ્ત્રોતની પણ તપાસ કરવામાં આવી રહી છે.

20 લાખ ઇનામ લેવાનાં બદલે 12 લાખમાં આંતકીને બચાવ્યો

રસપ્રદ વાત એ છે કે જમ્મુ-કાશ્મીર પોલીસે જે હિઝબુલ આતંકવાદી નવીદ બાબૂ પર 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતુ તેને દેવિન્દર સિંહ ધરપકડ કરવાની જગ્યાએ 12 લાખ રૂપિયામાં સુરક્ષિત પાસ આપી રહ્યો હતો. એનઆઈએ એ વાતની પણ તપાસ કરી રહ્યું છે કે દેવિન્દર સિંહે આતંકવાદી નવીદને મારીને 20 લાખનું ઇનામ લેવાની જગ્યાએ ઓછા પૈસામાં તેને સુરક્ષિત પાસ કેમ આપી રહ્યો હતો?

આ વિડીયો પણ જુઓ: બિહારમાં 16 હજાર કિલોમીટરથી લાંબી માનવ શૃંખલા બનાવવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન