Dave Richardson Talking About Reserve Day For CWC19 Matches
  • Home
  • Sports
  • Cricket
  • વરસાદે બગાડી વર્લ્ડ કપની મજા, ICCએ રિઝર્વ ડેને લઇને આપ્યું મોટું નિવેદન

વરસાદે બગાડી વર્લ્ડ કપની મજા, ICCએ રિઝર્વ ડેને લઇને આપ્યું મોટું નિવેદન

 | 6:59 pm IST

આઈસીસી વિશ્વ કપ દરમિયાન મેચોને વરસાદનાં કારણે રદ્દ કરવામાં આવી રહી છે. આને લઇને ટીમો તરફથી નારાજગી જાહેર કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનાં મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વરસાદથી પ્રભાવિત વિશ્વ કપ મેચો માટે અલગથી રિઝર્વ ડે રાખવો ટૂર્નામેન્ટનાં લાંબા સમયગાળાને જોતા અસંભવ છે.

વર્લ્ડ કપનો સમયગાળો લંબાઈ જશે રિઝર્વ ડેથી

શ્રીલંકાની પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની બંને મેચો વરસાદનાં કારણે રદ્દ થઈ હતી. આ બંને મેચોમાં એક બૉલ પણ નહોતો ફેંકાઈ શક્યો. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે એક અન્ય મેચ ફક્ત 7.3 ઑવર રમાઇને રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ મેચો માટે અલગથી રિઝર્વ ડે રાખવાની માંગ પ્રબળ બની હતી. રિચર્ડસને જણાવ્યું કે, “વિશ્વ કપની દરેક મેચ માટે એક અન્ય દિવસ નક્કી કરવાથી ટૂર્નામેન્ટનો સમયગાળો વધી જશે અને વ્યાવહારિક રીતે તેને સંચાલિત કરવું જટિલ બનશે.” મોસમ વિભાગનાં રીપોર્ટ પ્રમાણે ઇંગ્લેન્ડમાં સરેરાશ કરતા વધારે વરસાદ પડી રહ્યો છે.

આખા વર્ષ દરમિયાનનાં સરેરાશ વરસાદ કરતા વધારે વરસાદ થયો

રિચર્ડ્સને કહ્યું કે, “આ સંપૂર્ણ રીતે ઋતુ વગરનો વરસાદ છે. છેલ્લા બે દિવસમાં અહીં જેટલો વરસાદ થયો તે આખા વર્ષ દરમિયાન થનારા સરેરાશ વરસાદ કરતા વધારે છે. જૂનને બ્રિટેનમાં ડ્રાય મહિનો માનવામાં આવે છે. છેલ્લે વર્ષ 2018માં જૂનમાં ફક્ત 3 મિમી વરસાદ થયો હતો, પરંતુ છેલ્લા 24 કલાકમાં જ દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં 100 મિમી વરસાદ થયો છે.” તેમણે દરેક મેચ માટે એક વધારે દિવસ રાખવાને લઇને વાત કરી.

રિચર્ડસને જણાવ્યા રિઝર્વ ડે ના રાખવાનાં કારણે

રિચર્ડસને કહ્યું કે, “આનાથી પિચની તૈયારીઓ, ટીમની તૈયારીઓ અને યાત્રાનાં દિવસો, આવાસ અને સ્થળની ઉપલબ્ધતા. ટૂર્નામેન્ટમાં સ્ટાફ સાથે જોડાયેલી ચીજો, સ્વયંસેવક અને મેચ અધિકારીઓની ઉપલબ્ધતા, પ્રસારણ ઉપકરણો અને મુખ્ય રીતે દર્શકો પ્રભાવિત રહેશે જેમણે મેચ જોવા માટે અનેક કલાકોની યાત્રા કરી છે. તેની પણ કોઈ ગેરંટી નથી કે જે અન્ય દિવસે મેચ રાખવામાં આવી હોય ત્યારે વરસાદ ના થાય.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન