David Warner embarrassingly farts during live Interview
  • Home
  • Sports
  • Cricket
  • ડેવિડ વાર્નરે મેદાન પર જાહેરમાં કરી જોરથી વા છૂટ…!!! તદ્દન વિચિત્ર Video થયો વાયરલ

ડેવિડ વાર્નરે મેદાન પર જાહેરમાં કરી જોરથી વા છૂટ…!!! તદ્દન વિચિત્ર Video થયો વાયરલ

 | 12:59 pm IST

IPL-2020માં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)નો કેપ્ટન (Captain) અને ઓસ્ટ્રેલિયા (Australia)નો સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વાર્નર (Dawid Warner )રમી રહ્યો છે. તેણે 8 મેચમાં 244 રન ફટકાર્યા છે. વાર્નરની આગેવાનીમાં હૈદરાબાદ સાતત્યપૂર્ણ દેખાવ સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

ડેવિડ વોર્નર (Dawid Warner  Video)આમ તો શાંત સ્વભાવનો છે. મેદાન પર તે બેટિંગ દરમિયાન પોતાના બેટથી દર્શકોનું ભરપુર મનોરંજન પુરૂ પાડે છે. તો ફિલ્ડિંગ દરમિયાન પોતાની ચપળતાથી અવાર નવાર ચોંકાવતો રહે છે. પરંતુ આ ઓપનર બેટ્સમેન મોટા ભાગે શાંત અને કોઈ વિવાદમાં ઉતરતો નથી. પણ તાજેતરમાં તેનો એક વિચિત્ર વીડિયો સામે આવ્યો છે.

View this post on Instagram

Caption this!! So embarrassing😂😂😂 oops 🙊

A post shared by David Warner (@davidwarner31) on

શનિવારે ઓપનિંગ બેટ્સમેને તેના એક શરમજનક વીડિયોને ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યો. આ વીડિયોમાં વાર્નર અને જોની બેરસ્ટોને મેચ કોમેન્ટેટર સાથે જોવા મળી રહ્યાં છે. કોમેન્ટેટર સાથે વાત કરતા કરતા વોર્નરે અચાનક જ વા છૂટ કરી હતી. આમ કરતી વખતે તેણે પોતાનું માઈક પણ પાછળ લીધુ હતું અને તેમાંથી રીતસરની વા છૂટનો અવાજ સંભળાયો હતો. ત્યાર બાદ વાર્નર રીતસરનો હસી પડ્યો હતો.

વાર્નરની સાથો સાથ બેરસ્ટ્રો અને સાથી કોમેન્ટેટર પણ જોર જોરથી હસી પડે છે. વાર્નરની આ હરકતથી ક્રિકેટ ચાહકો પણ આશ્ચર્ય પામે છે. આ વિડિઓ શેર કરતા વાર્નરે લખ્યું હતું કે – કેટલું શરમજનક… અરે… !!!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન