David Warner's grief over Hyderabad, "removed from captaincy for no reason"
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ડેવિડ વોર્નરનું હૈદરાબાદ સામે છલકાયું દુઃખ, “કારણ વગર કેપ્ટનશીપમાંથી હટાવ્યો”

ડેવિડ વોર્નરનું હૈદરાબાદ સામે છલકાયું દુઃખ, “કારણ વગર કેપ્ટનશીપમાંથી હટાવ્યો”

 | 11:39 am IST
  • Share

  • ડેવિડ વોર્નરનું હૈદરાબાદ સામે છલકાયું દુઃખ
  • સનરાઈઝર્સના મેનેજમેન્ટ સામે વ્યક્ત કરી નારાજગી
  • હૈદરાબાદની કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવ્યો
  • હટાવવા પાછળનું કારણ ન જણાવતા થયો દુઃખી 

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડેવિડ વોર્નરે આજે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદના મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ડેવિડ હોર્નરને સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવ્યો છે. પરંતુ તેને હટાવવા પાછળનું કારણ ન જણાવતા દુઃખી થયો હતો. સ્ટાર બેટ્સમેને દાવો કર્યો હતો કે સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીએ તેને IPL ની વર્તમાન સિઝનમાં કેપ્ટનશિપમાંથી હટાવવાનું કોઇ કારણ આપ્યું નથી. તેમણે કહ્યું કે જો ફોર્મના આધારે નિર્ણય લેવામાં આવ્યો તો તે નિરાશાજનક છે. તેણે એમ પણ કહ્યું કે તે ભવિષ્યમાં પણ સનરાઇઝર્સ માટે રમવાનું પસંદ કરશે.

IPL-14 ના પ્રથમ તબક્કામાં વોર્નરને કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને સનરાઈઝર્સની કમાન સોંપવામાં આવી હતી. વોર્નરને છેલ્લી કેટલીક મેચોમાં પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. પરંતુ કેપ્ટનશીપ બદલવા છતાં સનરાઇઝર્સનું પ્રદર્શન સુધર્યું નથી. ટીમ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી. તેણે 14 માંથી 11 મેચ હારી. વોર્નરે કહ્યું કે, ટીમના માલિકો, ટ્રેવર બેલિસ, લક્ષ્મણ, મૂડી અને મુરલીના તમામ સન્માન સાથે હું કહીશ કે કોઈપણ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવે છે. મારા માટે નિરાશાજનક બાબત એ હતી કે મને એ પણ કહેવામાં આવ્યું ન હતું કે મને કેપ્ટનશીપમાંથી શા માટે હટાવવામાં આવ્યો. જો ફોર્મના આધારે નિર્ણય લેવામાં આવે તો તે મુશ્કેલ છે કારણ કે ભૂતકાળની કામગીરીને અવગણવી ન જોઈએ.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો