David Warner's wife Candice post about Mahatma Gandhi, Triple Century
  • Home
  • Sports
  • Cricket
  • તો શું ડેવિડ વોર્નરની ત્રેવડી સદી પાછળ ‘મહાત્મા ગાંધી’ છે મુખ્ય કારણ? પત્નીએ કહી આ વાત

તો શું ડેવિડ વોર્નરની ત્રેવડી સદી પાછળ ‘મહાત્મા ગાંધી’ છે મુખ્ય કારણ? પત્નીએ કહી આ વાત

 | 7:09 pm IST

જો તમને પૂછવામાં આવે કે મહાત્મા ગાંધી ‘બાપુ’ અને ક્રિકેટ વચ્ચે શું સંબંધ છે તો કદાચ તમે વિચારમાં પડી જશો. દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ ક્લબ સાથેના તેમના જોડાણ સિવાય, આ રમતની આસપાસ ગાંધી ક્યારેય જોવા પણ મળ્યા નહીં. પરંતુ તેમ છતા તેઓ હાલ ક્રિકેટના કારણે ચર્ચામાં છે અને મહત્વની વાત એ છે કે મહાત્મા ગાંધી કોઈ ભારતીય નહીં પરંતુ વિદેશી ક્રિકેટરના કારણે ચર્ચામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં પાકિસ્તાન વિરુદ્ધ એક ટેસ્ટ મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે 335 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી ત્યારે તેની પત્ની કેન્ડિસે એક રીતે ગાંધીના વિચારોને શ્રેય આપ્યો. વોર્નર પાકિસ્તાન વિરુદ્ધ 335 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ટેસ્ટ ક્રિકેટમાં કોઈ પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીનો બીજો સૌથી મોટો સ્કોર છે. વોર્નરની આ સિદ્ધિ બાદ તેની પત્ની કેન્ડિસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જેમાં તેને મહાત્મા ગાંધીને યાદ કર્યા.

કેન્ડિસે પોસ્ટમાં લખ્યું કે,‘શક્તિ, શારીરિક ક્ષમતાથી આવતી નથી. તે મજબૂત અને અટૂટ ઇચ્છાથી આવે છે(મહાત્મા ગાંધી). આ મહત્વનું નથી કે અન્ય લોકો તમારા વિશે શું વિચારે છે. તમે ફક્ત તમારા પર કેટલો વિશ્વાસ કરો છો તે મહત્ત્વનું છે.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા બોલ ટેમ્પરિંગના કેસમાં દોષી જાહેર થતા ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ દરમિયાન વોર્નરનું પરિવાર ખૂબ જ તણાવથી પસાર થયું હતું. પરંતુ વાપસી બાદ વોર્નર સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: પાટણના રાધનપુરમાં ટ્રેલરમાં લાગી આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન