david wiese in two T20 World Cups for two different countries
  • Home
  • Sports
  • Cricket
  • આ ખેલાડી બે ટી-20 વર્લ્ડકપ બે અલગ-અલગ દેશ માટે રમ્યો

આ ખેલાડી બે ટી-20 વર્લ્ડકપ બે અલગ-અલગ દેશ માટે રમ્યો

 | 5:10 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપ 2021માં ઇતિહાસ રચાયો
  • એક ખેલાડી બે દેશો માટે વર્લ્ડકપ રમ્યો
  • ડેવિડ વિઝી નામીબિયા અને સાઉથ આફ્રિકા માટે વર્લ્ડકપ રમ્યો

ટી-20 વર્લ્ડકપ 2021ની શરૂઆત ખુબ જ શાનદાર રીતે થઇ છે, શરૂઆતના બે દિવસોમાં અલગ-અલગ પ્રકારના કિસ્સા અને આંકડાઓ જોવા મળ્યા છે. વર્લ્ડકપના બે દિવસમાં જ ઉલટફેર જોવા મળ્યો, 4 બોલમાં 4 વિકેટ પણ જોવા મળી. પરંતુ ગઇકાલે વધુ એક શાનદાર નજારો જોવા મળ્યો, જ્યારે નામીબિયા તરફથી ડેવિડ વિઝીએ મેદાનમાં પગ મૂક્યો.

ડેવિડ વિઝી સાઉથ આફ્રિકાનો ખેલાડી છે અને તેણે 2016ના ટી-20 વર્લ્ડકપ સાઉથ આફ્રિકા તરફથી રમ્યો હતો. પરંતુ આ વખતે તે નામીબિયાના ખેલાડી તરીકે વર્લ્ડકપ ટીમનો ભાગ છે. આવામાં ડેવિડ વિઝી બે વર્લ્ડકપ બે દેશો તરફથી રમાનાર ખેલાડી બની ગયો છે.

સોમવારે રમાયેલા મુકાબલામાં નામીબિયાની શ્રીલંકા સામે ખુબ જ શરમજનક હાર થઇ હતી, ડેવિડ વિઝીએ માત્ર 6 રન બનાવ્યા અને તેને કોઇ પણ વિકેટ મળી ન હતી. પરંતુ ઇતિહાસમાં તેનું નામ જરૂરથી નોંધાઇ ગયું છે.

મીડિયા સાથે વાતચીતમાં ડેવિડ વિઝીએ જણાવ્યું કે, મારા પિતા નામીબિયાથી છે, ત્યાં મારો પરિવાર છે, આવામાં મારા સંબંધ ત્યાં યથાવત છે. જ્યારે મારી પસંદગી સાઉથ આફ્રિકાની ટીમમાં થઇ, તે પહેલાથી હું નામીબિયાથી સતત સંપર્કમાં હતો.

ડેવિડ વિઝી 2016ના ટી-20 વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાની ટીમનો ભાગ હતો, જોકે તે સતત ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નહીં. પરંતુ સફળતા માટે રમતા તેને પોતાનું નામ બનાવ્યું. ડેવિડ વિઝીનું માનવું છે કે, હાલમાં તેના પિતાને ખુબ જ સારૂ અનુભવાઇ રહ્યું છે, તેઓ આ વાત મને કહેતા નથી પરંતુ મને તેની જાણકારી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો