Dawood Girlfriend : Mehwish Hayat Wants to Marry Pakistani Politician
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દાઉદની ગર્લફ્રેન્ડ મહવિશ હયાત હવે આ રાજનેતાને દિલ દઇ બેઠી, જાહેરમાં કર્યા વખાણ

દાઉદની ગર્લફ્રેન્ડ મહવિશ હયાત હવે આ રાજનેતાને દિલ દઇ બેઠી, જાહેરમાં કર્યા વખાણ

 | 8:47 am IST
  • Share

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ (Dawood Ibrahim)ની ગર્લફ્રેન્ડ મહવિશ હયાત (Mehwish Hayat) એક રાજનેતાને દિલ દઇ બેઠી છે. ભલે તે સાર્વજનિક રીતે પોતાના આ નવા ‘પ્રેમ’નો એકરાર ના કરે પરંતુ તેમની વાતો પરથી સ્પષ્ટ થાય છે કે દાઉદ સિવાય પણ તેમના દિલમાં બીજા કોઇની જગ્યા બની છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં ઇશારા-ઇશારામાં એ સ્પષ્ટતા કરી દેવાઇ કે તે કોને પસંદ કરે છે. તેમનો આ ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. હયાતને તેના જીવનસાથી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેના જવાબમાં જે રાજનેતાનું નામ ઉછળ્યું તેના લીધે દાઉદની ગર્લફ્રેન્ડ ફરી એકવખત ચર્ચામાં આવી ગઇ છે.

રંગ કંઇ અગત્યનો નથી

BOLNews ને આપેલા ઇન્ટરવ્યુમાં મહવિશ હયાત એ કહ્યું કે તેમને વધુ હાઇટવાળા છોકરા પસંદ છે. તેણે એમ પણ કહ્યું કે તેના માટે છોકરાનો રંગ કંઇ અગત્યનો નથી. જ્યારે રિપોર્ટર એ હયાતને પૂછયું કે શું તેઓ એવી વ્યક્તિ અંગે વાત કરી રહ્યા છે જે તાજેતરમાં જ પાકિસ્તાની રાષ્ટ્રીય એસેમ્લીના સભ્ય બન્યા હતા? મહવિશે ફટાક કરતાં જવાબ આપ્યો કે શું તમે બિલાવલ અંગે વાત કરી રહ્યા છો?

Bilawal Bhutto નો કર્યા જોરદાર વખાણ

પ્રશ્નના જવાબમાં હયાતનો પ્રશ્ન સાંભળીને રિપોર્ટર એ કહ્યું કે તેઓ બિલાવલ ભુટ્ટો જરદારી (Bilawal Bhutto) અંગે વાત કરી રહ્યા નથી, પરંતુ જો હું તમારી બિલાવલ સાથે લગ્નની વાત કરો તો? તેના પર હયાત એ શરમાતા કહ્યું કે હું આ પ્રસ્તાવનો કદાચ વિરોધ કરું. જો કે બાદમાં તેણે બિલાવલના જોરદાર વખાણ કર્યા. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેના દિલમાં બિલાવલ માટે ખાસ જગ્યા છે. આપને જણાવી દઇએ કે બિલાવલ ભુટ્ટો જરદારી પૂર્વ પ્રધાનમંત્રી બેનજીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીના પુત્ર અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ છે.

આવી રીતે શરૂ થઇ રીલેશનશીપ

મહવિશ હયાતને દાઉદની ગર્લફ્રેન્ડ મનાય છે. તે ડોન કરતાં 27 વર્ષ નાની છે. બંનેના સંબંધ વિષે ચર્ચા ગયા વર્ષે શરૂ થઇ હતી, જ્યારે મહવિશને નાગરિક સમ્માન ‘તમગા-એ-ઇમ્તિયાજ’ આપવા પર પ્રશ્ન ઉઠ્યા હતા. રિપોર્ટસની વાત માનીએ તો દાઉદ મહવિશને એક આઇટમ સોંગમાં જોયા બાદ ફિદા થઇ ગયો હતો અને ત્યારબાદ તેણે મહવિશને કેટલાંય મોટા પ્રોજેક્ટસ અપાવામાં મદદ કરી. એમ પણ કહેવાય છે કે ડોનના ઇશારા પર જ હયાતને આ સમ્માન મળ્યું હતું.

આ વીડિયો પણ જુઓ : નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 5 દિવસથી ખેડૂતોનું આંદોલન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન