Dawood Ibrahim is still In Karachi : Ejaz Lakdawala
  • Home
  • Featured
  • દાઉદ ઈબ્રાહિમની અત્યંત ગુપ્ત માહિતી ભારતને લાગી હાથ, ઈમરાન ખાનની સિધી દેખરેખમાં!

દાઉદ ઈબ્રાહિમની અત્યંત ગુપ્ત માહિતી ભારતને લાગી હાથ, ઈમરાન ખાનની સિધી દેખરેખમાં!

 | 3:50 pm IST

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ વિશે એકવાર ફરીથી ભારતીય એજન્સીઓના હાથમાં મોટી માહિતી હાથ લાગી છે. તાજેતરમાં જ બિહારના પટનાથી પકડાયેલ દાઉદના જૂના અને ખાસ ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાએ અનેક ખુલાસા કર્યા છે. લાકડાવલાએ જણાવ્યું હતું કે, દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનના કરાંચીમાં રહે છે.

એટલુ જ નહીં લાકડાવાલાએ પૂછપરછમાં ડૉન દાઉદના કરાંચી સ્થિત બે એડ્રેસ તપાસ એજન્સીઓને આપ્યા છે. જે 6-એ, ખ્યાબન તંજીમ ફેઃ5, ડિફેન્સ હાઉસિંગ એરિયા, કરાંચી અને ડી-13, બ્લોક-4, ક્લિફ્ટન છે.

આરોપીએ એમ પણ જણાવ્યું છે કે, દાઉદને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા સુરક્ષા માટે સર્વશ્રેષ્ઠ કમાન્ડો આપવામાં આવ્યા છે. જે પાડોશી દેશની સેનાના પ્રમુખ અને પીએમની માહિતી વગર શક્ય નથી. એટલુ જ નહિ, અનીસ અને છોટા શકીલ પણ ISIના સુરક્ષિત હાથોમાં છે. આઈએસઆઈ તેમની દરેક મુસાફરી માટે અલગ-અલગ દેશોમાં જવા માટે નકલી પાસપોર્ટ બનાવી આપવામાં કરવામાં તેની મદદ કરે છે.

ગત 9 જાન્યુઆરીના રોડ અંડરવર્લ્ડની વિરુદ્ધ મુંબઈ પોલીસના હાથમાં મોટી સફળતા આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નજીકના ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને પટનાથી પકડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ મોટી સફળતા એજાઝની દીકરીની ધરપકડ બાદ મળી હતી. તેની પાસેથી પોલીસને એજાઝ પટનામાં હોવાની માહિતી મળી, જેના બાદ તેને ઘેરી લેવાયો હતો. અદાલતે લાકડાવાને 24 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડમાં મોકલ્યો છે. લાકડવાલા ગત 20 વર્ષથી ફરાર હતો.

મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેએ મીડિયાને જણાવ્યું કે, લાકડાવાલાની વિરુદ્ધ માત્ર મુંબઈમાં જ 25 કેસ દાખલ થયેલા છે. જ્યારે કે, રાજ્યમાં અન્ય 2 સ્થળોએ પર તેની વિરુદ્ધ કેસ દાખલ થયેલા છે. તો આ મામલાની ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલ અન્ય રાજ્યોમાં પણ સંપર્ક કરી રહી છે કે, તેની વિરુદ્ધ અન્ય ક્યાંય કેસ દાખલ છે કે નહી.

જુઓ આ વીડિયો પણ :દિલ્હી વિધાનસભાની ચૂંટણી, આપ પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન