દાઉદની નવી ઓડિયો ટેપમાં ખુલાસો, ગુલશન કુમાર હત્યાનો થયો છે ઉલ્લેખ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • દાઉદની નવી ઓડિયો ટેપમાં ખુલાસો, ગુલશન કુમાર હત્યાનો થયો છે ઉલ્લેખ

દાઉદની નવી ઓડિયો ટેપમાં ખુલાસો, ગુલશન કુમાર હત્યાનો થયો છે ઉલ્લેખ

 | 11:26 am IST

વિદેશમાં બેસેલા ભાગેડુ દાઉદને ભારતમાં લાવવા માટે મોદી સરકાર તરફથી લેવાયેલા પગલાની અસર દેખાઈ રહી છે. આ મામલે દાઉદ પણ હરકતમાં આવી ગયો છે. આ કારણે તેણે 1997માં કેસેટ કિંગ ગુલશન કુમારની હત્યામાં વાંછિત સંગીતકાર નદીમ સૈફીને ભારતીય કાયદાના ઘેરામાં ન આવવા દેવા પ્રયાસો શરૂ કરી દીધા છે. એક ટેપ સામે આવી છે. જેમાં દાઉદને ખુદ ફોન પર ભારત સરકારના પ્રયાસો અને નદીમ વિશે વાત કરતો સાંભળી શકાય છે. 90ના દશકમાં બોલિવુડના એક હીટ સંગીતકાર જોડીના સદસ્ય રહી ચૂકેલા નદીમ સૈફી લાંબા સમયથી બ્રિટનમાં રહે છે.

12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈમાં ગુલશન કુમારની હત્યામાં નદીમની સહ-સંદિગ્ધ તરીકે ધરપકડ કરી હતી. ગુલશન કુમાર પર એક મંદિરની બહાર ત્રણ હુમલાખોરોએ 16 ગોળીઓ વરસાવી હતી. ગુલશન કુમારે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. ત્યારે સામે આવેલી નવી ઓડિયો ટેપથી ગુલશન કુમાર હત્યાકાંડના નવા તથ્યો પર પ્રકાશ પાડવામાં મદદ મળી રહેશે. 2015માં જ રેકોર્ડ કરવામાં આવેલી આ ટેપમાં દાઉદને ચિંતા વ્યક્ત કરતો સાંભળી શકાય છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, દાઉદ જે શખ્સ વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે, તે બીજો કોઈ નહિ પણ નદીમ સૈફી છે. વાતચીના ટેપ ખુલાસા કરે છે કે, કેવી રીતે દાઉદનો એક ટુકડી તે સંગીતકારના લઈને સંભવિત કાયદાકીય ખતરા વિશે આગાહ કરી રહ્યો છે. તે જણાવી રહ્યો છે કે, સંગીતકારના બ્રિટનથી ભારત પ્રત્યપણ સંબંધે મોદી સરકારના પ્રયાસો શરૂ થઈ ગયા છે. જે આપણા માટે ખરાબ સાબિત થઈ શકે છે.

વાતચીતમાં અંડરવર્લ્ડના ખાસ કોડવર્ડસનો ઉપયોગ થતો પણ સાંભળી શકાય છે. જેમ કે નદીમ સૈફીનો હવાલો આપવા માટે લંડન ફ્રેન્ડ અને ઉસ્તાદ જેવા સંબોધન કરાયા છે. જોકે, હજી કોડવર્ડવાળી ભાષાને ડિકોડ કરવાના ગુપ્ત અધિકારીઓએ વાતચીત દરમિયાન જે શખ્સ માટે લંડન ઉસ્તાદ કહેવામાં આવી રહ્યો છે, તેની ઓળખ નદીમ સૈફી તરીકે કરી છે.