દાઉદ ઇબ્રાહીમનો ખાસ સાગરીત ટકલા દિલ્હી એરપોર્ટથી ઝપડપાયો - Sandesh
NIFTY 10,985.40 -22.65  |  SENSEX 36,397.85 +-122.11  |  USD 68.5625 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • દાઉદ ઇબ્રાહીમનો ખાસ સાગરીત ટકલા દિલ્હી એરપોર્ટથી ઝપડપાયો

દાઉદ ઇબ્રાહીમનો ખાસ સાગરીત ટકલા દિલ્હી એરપોર્ટથી ઝપડપાયો

 | 1:17 am IST

મુંબઈ, તા. ૮

૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોંબવિસ્ફોટના આરોપી ફારૂક ટકલાને દુબઈમાં પોલીસે પકડી પાડી તેને ભારત ડિપોર્ટ કર્યો હતો. ટકલા નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચતાં જ સીબીઆઈએ તેનો કબજો મેળવી તેની ઊલટતપાસ શરૂ કરી દીધી હતી.

ગુરુવારે બપોરે ટકલાને ટાડા કોર્ટ સમક્ષ હાજર કરી દાઉદ અને અન્ય સાગરીતો તેમજ ૧૯૯૩ બોંબબ્લાસ્ટ કેસ અંગેની વધુ માહિતી મેળવવા તેની કસ્ટડી મેળવવામાં આવી હતી. સીબીઆઈપ્રવક્તાએ જણાવ્યું હતું કે સીબીઆઈએ આજે દિલ્હી એરપોર્ટનાં ઇમિગ્રેશન કાઉન્ટર પરથી ફારૂક ટકલા ઉર્ફે મુસ્તાક મોહમ્મદ મિયાની ધરપકડ કરી હતી.

૧૯૯૩માં મુંબઈમાં બોંબવિસ્ફોટ થતાં પૂર્વે જ ટકલા ઉર્ફે યાસિન મન્સૂર મોહમ્મદ ફારૂક ભારત છોડી વિદેશ નાસી ગયો હતો. દાઉદનો આ સાથી વિવિધ દરિયાકાંઠે શસ્ત્રો ઉતારવાં, બોંબ તૈયાર કરવા અને અન્ય પ્રવૃત્તિમાં સામેલ હતો. ફારૂક ટક્લ્યા સામે ૧૯૯૫માં ઇન્ટરપોલે રેડકોર્નર નોટિસ બહાર પાડી હતી.

ફારૂક ટકલાનો ઇતિહાસ

સૂત્રોના જણાવ્યા મુજબ ફારૂક ટકલા એ મોહમ્મદ અહમદ યાસીન મન્સૂરી ઉર્ફે લંગડાનો જોડિયો ભાઈ છે. લંગડાની ૧૯૯૩ના બોંબબ્લાસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે બાદમાં છૂટી ગયો હતો. ટકલા આ બોંબબ્લાસ્ટ કેસ ઉપરાંત સનસનાટીપૂર્ણ જેજે હોસ્પિટલ શૂટઆઉટ કેસમાં પણ સંડોવાયેલો છે. ૧૨ સપ્ટેમ્બર ૧૯૯૨ના રોજ જેજે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શૈલેશ હલદણકરની દાઉદની ટોળકીના ગુંડાઓએ ગોળી મારી હત્યા કરી હતી.

સૌથી મોટા આતંકી હુમલાનો આરોપી ટકલા  

૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ બાર બોંબવિસ્ફોટ કરવામાં આવતાં ૨૫૭નાં મોત થયાં હતાં અને ૭૧૩ને ઈજા થઈ હતી. ભારતીય ધરતી પર કરવામાં આવેલો આ સૌથી મોટો આતંકી હુમલો હતો. યુનોની સલામતી સમિતિએ આ બોંબવિસ્ફોટ કરાવનાર દાઉદને વૈશ્વિક આતંકી ગણાવ્યો હતો. ટકલા પણ આ બોંબવિસ્ફોટમાં સંડોવાયેલો છે. બોંબવિસ્ફોટ બાદ દાઉદના સાથીદારો ટાઇગર મેમણ, યાકુબ મેમણ અને અબુ સાલેમ દેશ છોડી નાસી ગયા હતા, જેમાંથી યાકુબને પકડી તેને ફાંસીએ લટકાવાયો હતો જ્યારે અબુ હાલ જેલમાં છે.

;