દાઉદ જબાનનો અને વફાદારીનો ચાહક હતો, ગદ્દારોનો જલ્લાદ! - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • દાઉદ જબાનનો અને વફાદારીનો ચાહક હતો, ગદ્દારોનો જલ્લાદ!

દાઉદ જબાનનો અને વફાદારીનો ચાહક હતો, ગદ્દારોનો જલ્લાદ!

 | 7:45 am IST

ગોડફાધર્સઃ શીલા રાવલ

પોલીસના હાથે પકડાયેલા દાઉદની ગેન્ગ માટે કામ કરતા લોકોએ દાઉદ વિશે જે વાતો પોલીસને જણાવી છે એમાં દાઉદની નિર્દયતાની વાતો પણ છે અને તેની વફાદારી પ્રેમ અને વિશાળ હૃદયની વાતો પણ છે. દાઉદ દગાબાજીને સૌથી વધુ ધિક્કારતો હતો. એટલે જ એની ગેન્ગમાં દગાબાજીનો એક જ બદલો આપવામાં આવતો હતો. માથામાં અથવા હૃદયમાં ગોળી.

દાઉદના પાકિસ્તાની સમ્ગલિંગ પાર્ટનર તૌફિક જલિયાંવાલાનો પુત્ર રિયાઝ જલિયાંવાલાએ વાતચીતમાં એ વાતને સમર્થન આપ્યું કે દાઉદ જરાક અમથી દગાબાજી પણ સહન કરી શકતો નથી. દાઉદ ભાઈએ મારાપિતા અને કાકાની હત્યા કરાવી દીધી અને બીજા એક કાકાના પગ કાપી નાંખ્યા. દાઉદના ભાઈ મુસ્તકીને મારા ભાઈને અને મને મારી નાંખવા પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે બચી જવામાં સફળ થયા. દાઉદ દુબઈથીસ કરાંચી આવ્યો આવ્યો ત્યારે ક્લિફ્ટનમાં આવેલો પોતાની માલિકીનો બંગલો દાઉદને આપી દીધો હતો. છતાં એને દગાબાજીની શંકા પડી તો એણે મારા પિતાની અને તેમના બે ભાઈઓની હત્યા કરાવી દીધી. રિયાઝ આ લેખિકાને મળ્યો ત્યારે દાઉદ અને તેની ગેન્ગથી જાન બચાવવા માટે સતત સંતાતો ફરતો હતો. તેને ડર હતો કે કોઈક દિવસ એને દાઉદ શોધી કાઢશે અને પછી મારી નાંખશે. એવું કહેવામાં આવે છે કે આઈએસઆઈ વતિ પાકિસ્તાન બેઠાં ભારતમાં રહેતા ટાઈગર મેમણ સાથે મળીને તૌફિકે મુંબઈ બ્લાસ્ટ કરાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ખાસ મિત્રો હોવા છતાં અને નશીલા પદાર્થોના સ્મગલિંગના બિઝનેસમાં ભાગીદાર હોવા છતાં તૌફિકે મુંબઈ બ્લાસ્ટની આખી યોજના વિશે દાઉદને અંધારામાં રાખ્યો હતો. એના નામે જ આખું નેટવર્ક રચવામાં આવ્યું હતું અને નેટવર્કના માણસોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ વાતથી ખીજાઈને દાઉદે સોગંદ લીધા હતા કે એ તૌફિકના આખા ખાનદાનને ખતમ કરી દેશે.

અનેક લોકો પાસેથી સાંભળવા મળ્યું છે કે દાઉદ અને એનો ખાસ સહાયક છોટા શકીલ પોતાના વચનના પાકા હતા. દાઉદના પિતા ઈબ્રાહિમ કાસકરને બરાબર ઓળખતા એવા એક પોલીસ અધિકારીએ મને કહ્યું હતું કે મુંબઈના ગેન્ગસ્ટરોની જૂની પેઢી (જેમાં મોટાભાગના પશ્તુન પઠાણ હતા) સંસ્કૃતિ અને પરંપરાને માન આપતા હતા અને ધંધામાં પોતાનું બોલેલું કોઈપણ ભોગે પાળવામાં એક્કા હતા. ૧૯૬૦થી ૧૯૮૦ સુધીના સમયમાં બધો જ બે નંબરી બિઝનેસ આ સિદ્ધાંત ઉપર જ ચાલતો હતો. આપેલું વચન ન પાળનારની આબરૂ નહોતી રહેતી અને પછી કોઈ એની સાથે બિઝનેસ કરવા તૈયાર જ ન થતું. એટલે એ ધંધામાંથી કાયમ માટે ફેંકાઈ જતો હતો. દાઉદ પઠાણ બોસ કરીમ લાલાના હાથ નીચે તૈયાર થયો હતો એટલે એ પણ પોતાના બિઝનેસમાં એ જ પરંપરાને માનતો અને પાળતો હતો. દાઉદનો જમણો હાથ ગણાતા છોટા શકીલે એક વખત મારા ઈન્ટરવ્યૂનો જવાબ આપતાં દાઉદ વિશે કહેલું, ભાઈ કા ઐસા હૈ કિ ઝબાન દી હૈ તો દી હૈ! એટલે કે વચન આપ્યું તો આપ્યું. એને કોઈપણ ભોગે પાળી જ બતાવવાનું હોય.

દુબઈમાં શરૂઆતના દિવસોમાં દાઉદ સાથે સોનાના સોદા કરનાર ડિલરોએ શહેરના સત્તાશાળીઓ સાથે ઓળખાણ કરવામાં અને ઘરોબો કેળવવામાં મદદ કરી હતી. દાઉદે પોતાના પ્રભાવશાળી વ્યવહાર અને ખૂબ જ ઉમદા રીતભાત વડે દુબઈના ઉચ્ચ અને સત્તાશાળી ગણાતા લોકોને ખરેખર આંજી દીધા હતા. ત્યાંના શેખ અને અમીરો અને ભારત, પાકિસ્તાન, આફ્રિકા અને રશિયાના સંભ્રાંત લોકો પણ દાઉદની છટા અને રીતભાતથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. આ ઓળખાણો અને ઘરોબોના કારણે દાઉદ માટે ગુનાખોરીની દુનિયાના નવા જ દરવાજા ખોલી આપ્યા. પાકિસ્તાનના જાણીતા સ્મગલરો યુસુફ ગોધરાવાલા અને તૌફિક જલિયાંવાલાને મળ્યા પછી દાઉદને સમજાયું કે સોના અને ઈલેક્ટ્રોનિક્સ સામાનનું સ્મગલિંગ કરવાને બદલે નશીલા પદાર્થોનું સ્મગલિંગ કરવામાં અનેકગણો વધારે નફો છે. (યુસુફ ગોધરાવાલા અને તૌફિક જલિયાંવાલા મૂળ મુંબઈના મેમણ હતા. એ લોકો ૧૯૪૭ના ભાગલા પછી કરાંચીમાં સેટલ થઈ ગયા હતા.

દાઉદની તૌફિક સાથે પહેલી મુલાકાત ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. તે દુબઈ શહેરમાં આવ્યો હતો અને એક પાર્ટીમાં એક દોસ્તે દાઉદની ઓળખાણ તૌફિક સાથે કરાવી હતી. એ દુબઈ ભાગી છૂટયો ત્યારે એક સાજીક મેળાવડામાં એની મુલાકાત ફરી તૌફિક સાથે થઈ હતી. તૌફિકે એ સમારંભમાં દાઉદને પાકિસ્તાન આવીને એની મહેમાન નવાઝી માણવા આમંત્રણ આપ્યું હતું. કહેવાય છે કે દાઉદ જ્યારે પકિસ્તાન ગયો તો તૌફિકે એના આઈએસઆઈની ઓળખાણોની મદદથી સીધા રન-વે પર પહોંચીને તેનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી કોઈ જાતના ઈમિગ્રેશન ચેક-અપ દગર તે દાઉદને કરાંચી શહેરમાં લઈ આવ્યો હતો. આ ઘટનાથી દાઉદ તૌફિકના પ્રભાવમાં આવી ગયો હતો. કહે છે કે એ વખતે તૌફિક અને યુસુફે દાઉદને ઓફર કરી હતી કે જો દાઉદ એનું નેટવર્ક વાપરીને દરિયાઈ માર્ગે નશીલા પદાર્થો સ્મગલ કરવામાં મદદ કરે તો જોતજોતામાં અબજોપતિ બની શકે તેમ છે. આ ઓફર એટલી લલચામણી હતી કે દાઉદ એમાં આકર્ષાઈ ગયો અને તૌફિક તથા યુસુફના ભાગીદાર બનવાની સાથે જ આઈએસઆઈની છદ્મવેશી જાળમાં સપડાઈ ગયો હતો. આ નવા સ્મગલિંગ કારોબારના એના નવા સાથીદારો અને દોસ્તોએ તેને સલાહ આપી હોવાનું કહેવાય છે કે તેણે એક નવી ઓળખાણ સાથે કોઈ મુસ્લિમ દેશમાંથી પાસપોર્ટ બનાવડાવી લેવો જોઈએ. જેથી આ સમગ્ર વિસ્તારમાં જવા આવવામાં એને કોઈ મુશ્કેલી ન થાય. સરળતાથી ગમે ત્યાં આવી-જઈ શકે. દાઉદે સાઉદી આરબ અને પાકિસ્તાનના પાસપોર્ટ બનાવડાવી લીધા. એની મદદથી એ મનફાવે ત્યાં જતો-આવતો થઈ ગયો અને ઈન્ટરપોલ તથા ભારતની ગુપ્તચર સંસ્થાઓને એની હિલચાલની ગંધ સરખીય નહોતી આવતી.

દાઉદે ૧૯૯૪માં ભારતના ટોચના અંગ્રેજી મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, યાકુબ મેમણના ઈન્ટરવ્યૂમાં જ્યારે એણે જાણ્યું કે તૌફિક જલિયાંવાલા મુબઈના સીરિયલ બ્લાસ્ટમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તો ભયાનક આઘાત લાગ્યો હતો. દાઉદે એ ઈન્ટરવ્યૂમાં કબૂલ કર્યું હતું કે એ તૌફિકને દસ વર્ષથી ઓળખે છે અને દોસ્તી એટલી નજીકની થઈ ગઈ હતી કે તૌફીકની દીકરીના લગ્ન વખતે એ ખાસ પાકિસ્તાન ગયો હતો. યાકુબના ઈન્ટરવ્યૂ પછી જ દાઉદે તૌફિકના ખાનદાનને ખતમ કરી નાંખવાના સોગંદ ખાધા હતા. (ક્રમશઃ)

[email protected]