દાઉદનો બ્રિટનમાં 'કાળો ચિઠ્ઠો' ફાટ્યો, સંપત્તિ અંગે જાણી આંખો પહોળી થઇ જશે - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • દાઉદનો બ્રિટનમાં ‘કાળો ચિઠ્ઠો’ ફાટ્યો, સંપત્તિ અંગે જાણી આંખો પહોળી થઇ જશે

દાઉદનો બ્રિટનમાં ‘કાળો ચિઠ્ઠો’ ફાટ્યો, સંપત્તિ અંગે જાણી આંખો પહોળી થઇ જશે

 | 9:20 am IST

પાકિસ્તાનમાં હાજર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અંગે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તે ખૂબ બીમાર છે અને ભારત આવવા માટે સમાધાન કરવા માંગે છે. કહેવાઇ રહ્યું હતું કે નાના ભાઇ ઇકબાલ કાસકરની ધરપકડ અને એકનો એક દીકરો મૌલાના બન્યા બાદ તેનો કાળો વેપાર ફિક્કો પડી ગયો છે. જો કે હવે તેના અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. બ્રિટિશ મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે 1993 મુંબઇ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ધંધો ઝડપથી ફૂલ્યો ફાલી રહ્યો છે. તે બ્રિટનમાં કેટલીય સંપત્તિઓનો માલિક બની ગયો છે.

‘ધ ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ 62 વર્ષના ભાગેડુ દાઉદ એ બ્રિટનના મિડલેન્ડસ અને સાઉથ-ઇસ્ટ, ભારત, સંયુકત અરબ અમીરાત, સ્પેન, મોરક્કો, તુર્કી, સાઇપ્રસ, અને ઑસ્ટ્રેલિયામાં ઘણી સંપત્તિઓ ખરીદી લીધી છે. અખબાર એ દાઉદની સંપત્તિઓની માહિતી તૈયાર કરવા માટે ભારતીય અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા ડૉઝિયરનું મિલાન બ્રિટનની કંપની હાઉસના રેકોર્ડ, લેન્ડ રજીસ્ટ્રી અને પનામા દસ્તાવેજોનો ફંફોડયા છે.

દાઉદની સંપત્તિનો આ રહ્યો ચિતાર
અખબારના મતે દસ્તાવેજોમાં એ પણ આરોપ મૂકયો છે કે દાઉદની તરફથી તેનો ડાબો હાથ કહેવાતા મોહમ્મદ ઇકબાલ ‘મિર્ચી’ મેમન એ બ્રિટનમાં ઘણી સંપત્તિઓ ખરીદી લીધી છે, તેમાં ઇંગ્લેન્ડના દક્ષિણ પૂર્વમાં હોટલ, આલીશાન હવેલી, ટાવર બ્લોક, અને કેટલાંય ઘર સામેલ છે. દાઉદ પર મેચ ફિક્સિંગ અને જબરદસ્તી વસૂલીનો પણ આરોપ છે.

મેમન પકડાઇ શકયો નહીં
ઉલ્લેખનીય છે કે મુંબઇમાં 1993માં થયેલ બોમ્બ વિસ્ફોટમાં મેમન પણ એક શંકાસ્પદ હતો અને વિસ્ફોટો બાદ તેને લંડનમાં શરણ માંગ્યું હતું. ભારતની તરફથી તેને પ્રત્યર્પિત કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યાં. તે કયારેય કોઇપણ ગુનામાં દોષિત ઠરી શકયો નહીં અને તેને દાઉદની ગેંગ સાથેના પોતાના સંબંધોનો ઇન્કાર કરી દીધો. બ્રિટનમાં તે 11 કંપનીઓના ડાયરેકટર હતો. 2013માં હૃદય રોગનો હુમલો થતાં તેનું મોત થઇ ગયું હતું.

દાઉદની વિરૂદ્ધ જયાં ઇંટરપોલ એ રેડ કૉર્નર નોટિસ રજૂ કરી છે, જ્યારે બ્રિટનના નાણાં વિભાગ એ તેને પ્રતિબંધ યાદીમાં સામેલ કરી દીધો છે. નાણાં વિભાગ એ પાકિસ્તાનમા તેના ત્રણ પાનાનો ઉલ્લેખ કર્યો છે. ભારતીય પાસપોર્ટમાં તેનું જન્મસ્થળ મહારાષ્ટ્રનો ખેર વિસ્તાર તથા નાગરિકતા ભારતીય નોંધાયેલ છે જે પાસપોર્ટ ભારત સરકાર એ રદ કરી દીધો છે.

નિશાના પર છે દાઉદનું કાળું સામ્રાજ્ય
બ્રિટિશ સરકાર એ આ સપ્તાહ એ ‘અનએક્સપ્લેન્ડ વેલ્થ ઑર્ડર્સ’ રજૂ કર્યો છે અને દાઉદની સંપત્તિઓ હવે તેના નિશાના પર આવી શકે છે. અનએક્સપ્લેનડ વેલ્થ ઑર્ડર્સની અંતર્ગત ભ્રષ્ટાચાર અને લાંચમાં સામેલ શંકાસ્પદોને 50,000 પાઉન્ડથી ઉપરની સંપત્તિનો સ્ત્રોત બતાવો પડશે. એવું પહેલી વખત થયું છે કે જ્યારે બ્રિટન એ યુરોપિયન યુનિયનની બહારના દેશોમાં હાલ ભ્રષ્ટ રાજકારણીઓથી રિકવરીની જોગવાઇ પણ કાયદામાં સામેલ કરી દીધી છે.

ગુનેગારો માટે સ્વર્ગ બની રહ્યું છે UK?
બ્રિટનના સુરક્ષા મંત્રી બેન વૉલેસ એ કહ્યું કે UK ગુનેગારો માટે સ્વર્ગ બની રહ્યું છે આથી તેઓ ઇચ્છે છે કે આ ગુનેગારો અને ભ્રષ્ટ રાજકારણીઓ પર લગામ લગાવવા માટે સરકાર પૂરી તાકત લગાવે જે બ્રિટનનો ઉપયોગ પોતાના સુરક્ષિત ઠેકાણા તરીકે કરી રહ્યા છે. બ્રિટિશ સરકારનો અંદાજ છે કે દર વર્ષે અંદાજે 90 અબજ પાઉન્ડનું મની લોન્ડ્રિંગ દેશમાં થાય છે.