દાઉદની શરણે આવવાની ઈચ્છા ? ભિખારીઓ પાસે કોઈ પસંદગી હોતી નથી - Sandesh
  • Home
  • India
  • દાઉદની શરણે આવવાની ઈચ્છા ? ભિખારીઓ પાસે કોઈ પસંદગી હોતી નથી

દાઉદની શરણે આવવાની ઈચ્છા ? ભિખારીઓ પાસે કોઈ પસંદગી હોતી નથી

 | 7:21 pm IST

અંધારીઆલમના ડોન દાઉદ ઈબ્રાહિમના વકીલ શ્યામ કેસવાણીએ દાઉદ દ્વારા શરણાગતિની ઈચ્છા વ્યક્ત કર્યા પછી હવે વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમે તેને બકવાસ ગણાવી કેસવાણીના નિવેદનની તપાસ કરવાની સલાહ આપી છે.

કેસવાણી મારફતે દાઉદ ઈબ્રાહિમે શરણે આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દાઉદના વકીલ કેસવાણીએ આ અંગે જણાવ્યું હતું કે જો મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવે તો દાઉદ શરણે આવવા તૈયાર છે.

આ અંગે પ્રતિભાવ આપતાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું કે દાઉદની આ જૂની કાર્યશૈલી છે. ભિખારીઓ પાસે કોઈ જ પસંદગી હોતી નથી. આ બકાવસ છે. તે શરણે આવવા માગે છે તેવું તેના વકીલને કોણે જાણ કરી છે. જો તે દાઉદના સંપર્કમાં હોય તો આપણી એજન્સીઓએ તેની તપાસ કરવી જોઈએ.

1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં દાઉદ ઈબ્રાહિમ આરોપી છે. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં પણ તેનો સમાવેશ થાય છે. એનડીએ સરકારમાં ભારતીય એજન્સીઓએ તેની અનેક સંપત્તિ પણ જપ્ત કરી છે.