દાઉદનો કોલ રેકોર્ડ હેક કરનાર હેકર મહેસાણા પોલીસના સકંજામાં  - Sandesh
  • Home
  • Mehsana
  • દાઉદનો કોલ રેકોર્ડ હેક કરનાર હેકર મહેસાણા પોલીસના સકંજામાં 

દાઉદનો કોલ રેકોર્ડ હેક કરનાર હેકર મહેસાણા પોલીસના સકંજામાં 

 | 1:56 am IST

અમદાવાદ

સાયબર ક્રાઈમના એક ગુનામાં મહેસાણા પોલીસે ઝડપેલો એક આરોપી રાજ્યનો નહી પરંતુ કમ્પ્યુટરનો માસ્ટર અને ભારતનો સૌથી મોટો હેકર હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઈંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની કોલ રેકોર્ડ બહાર લાવનારઆ હેકરને પકડવામાં જિલ્લા પોલીસ વડા અને એસઓજીની ટીમની ભારે મહેનત બાદ સફળતા મળી છે. મહેસાણાના આ હેકરે કેટલાક વર્ષો પૂર્વે દાઉદ ઈબ્રાહીમ અને મહારાષ્ટર્ના કેટલાક નેતાઓની કોલ રેકોર્ડ કાઢતા તે સમયે મહારાષ્ટ્રના એક કેન્દ્રીય મંત્રીને રાજીનામું આપવું પડયું હતું.

મહેસાણા ટીબી રોડ પર રહેતા ભુપેન્દ્ર ભોગીલાલ સોનીના પત્ની રમીલાબેન સોનીએ ર૦૧૬માં ફરિયાદ નોંધાવી હતી કે તેમનું ક્રેડિટકાર્ડ હેક કરીને કોઈ વ્યક્તિ દ્વારા તેમના ખાતામાંથી વીઝાબિલ અને ઓક્સિજન વોલેટ સહિતમાં અંદાજે રૂ.૯૭ હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરી લીધી છે. જેતે સમયે મહેસાણા પોલીસ મથકમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન આરોપી ન પકડાતો હોય રમીલાબેન હાઈકોર્ટ ગયા હતા. અને ત્યાં પણ પોલીસે સાયબર ક્રાઈમના ગુનાને લઈ આરોપી ન મળતો હોવાની રજૂઆત કરી હતી. પરંતુ નવનિયુક્ત એસપી. નિલેશ જાજડીયાના ધ્યાને આ કેસ આવતાં તેમણે સમગ્ર કેસની તપાસ એસઓજીને સોંપી હતી. જિલ્લા પોલીસ વડા અને એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ પી.એસ.પરમાર, પીએસઆઈ સહિતની ટીમની ભારે મહેનત બાદ અને ટેકનિકલ સોર્સને પરિણામે આ ગુનામાં સંડોવાયેલા મૂળ મહેસાણાના અને હાલ મહારાષ્ટ્રના જલગાંવમાં રહેતો મનીષ લીલગર ભંગાળે મહેસાણા આવ્યો હોવાની બાતમીને લઈ તેના ઘેરથી ઝડપી પાડીને જિલ્લા પોલીસ વડાએ અને એસઓજીએ જિલ્લાનો સાયબર ક્રાઈમનો પ્રથમ ગુનો ટુંકજ સમયમાં ડિકેક્ટ કર્યો હતો. બીજીતરફ પકડાયેલ મનીષની એસઓજીએ તપાસ હાથ ધરતાં ચોકાવનારી હકીકતો જાણવા મળતા પોલીસની પણ આંખો ચરક થઈ ગઈ હતી ેકમકે મહેસાણા પોલીીસના હાથ ેઝડપાયેલ મનીષ બીજુ કોઈ નહી પરંતુ કેટલાક વર્ષો પૂર્વે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નંબરની કોલડિટેલ કાઢીને મહારાષ્ટ્રની સરકારને મુકેલમાં મુકનાર મોટો હેકર છે.   ગમે તેનો ડેટા હેક કરીને માત્ર પાંચ મિનીટમાં કોઈપણનો  કોલ રેકોર્ડ ડેટા મોબાઈલમાં જ મેળવી શકનાર મનીષ કોમ્પ્યુટર  તેમજ ઈન્ટરનેટનો માસ્ટર હોવાથી પોલીસને સાયબર ક્રાઈમના  ગુનાઓમાં ઘણો બધો મદદરૂપ થઈ શકે એમ છે. જોકે તેના કહેવા  મુજબ ઘણા બધા ગંભીર ગુના ઉકેલવામાં મુંબઈ પોલીસને  પણ તેણે મદદ કરી છે.

મનીષે દાઉદ ઈબ્રાહીમની કોલ ડિટેલ કાઢી હતી

મહેસાણા એસઓજી પોલીસે ઝડપેલ મનીષે કેટલાક વર્ષો પૂર્વે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની કોલ રેકોર્ડ કાઢીને ભારતમાંથી એમાં મહારાષ્ટના ભાજપના અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ દાઉદ ઈબ્રાહીમ સાથે ટેલિફોનીક વાત કરી હોવાનો ખુલાસો કર્યો હતો. જેની મનીષ દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં કરાયેલી પીઆઈએલ પેન્ડીંગ છે.

મહારાષ્ટ્રના મંત્રી ખડકેને રાજીનામું આપવું પડયું હતું

મુળ મહેસાણાના અને મહારાષ્ટના જલગાંવ ખાતે રહેતા મનીષે દાઉદ ઈબ્રાહીમની કોલ રેકોર્ડ હેક કરીને મહારાષ્ટ્ર મંત્રી એકનાથ ખડકસેએ દાઉદ ઈબ્રાહીમ સાથે વાત કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કરતાં જેતે સમયે મહારાષ્ટ્ર સરકારમાં ભૂકંપ સર્જાયો હતો. જેને લઈ જેમની સામે તેણે આક્ષેપ કર્યા હતા તેવા મંત્રી એકનાથ ખડકસેને રાજીનામુ આપવું પડયું હતું.

પોલીસના મતે મોટો હેકર પણ ક્રિમિનલ નહી

મહેસાણા ખાતે રહેતા પોતાના પડોશીના દીકરાને દુબઈ ફરવા લઈ જઈને પોતાના જ વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરનાર હેકર મનીષ હાલ તો સાયબર ક્રાઈમના ગુનામાં મહેસાણા એસઓજીના હાથે ઝડપાઈ ગયો છે પણ તે હેકર છે પણ કોઈ ક્રિમિનલ ન હોવાનું હાલ તો પોલીસ માની રહી છે. જોકે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની ટેકનોલોજીમાં પારંગત છે. તે પોલીસને ખુબજ ઉપયોગી થઈ શકે તેમ છે.