NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • દાઉદની પ્રોપર્ટી બુરહાની ટ્રસ્ટે ૧૧.૫૦ કરોડમાં ખરીદી

દાઉદની પ્રોપર્ટી બુરહાની ટ્રસ્ટે ૧૧.૫૦ કરોડમાં ખરીદી

 | 5:10 am IST

મુંબઈ, તા. ૧૪

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈની ત્રણ પ્રોપર્ટી ઉપરાંત અન્ય ત્રણ પ્રોપર્ટી મળી કુલ ૬ પ્રોપર્ટીની મંગળવારે હરાજી કરાઈ હતી. જેમાંની રૌનક અફરોઝ હોટેલ, ડામરવાળા બિલ્ડિંગ અને શબનમ ગેસ્ટહાઉસ મળી ત્રણ સંપત્તિ સૈફી, બુરહાની અફલિફ્ટમેન્ટ દ્વારા ૧૧ કરોડ ૫૦ લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રવકતાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અમારું રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોપર્ટી મળતાં અમારું તે કામ વધુ સરળ બનશે.

દાઉદની પ્રોપર્ટી ખરીદવા માટે પહેલાંની હરાજીમાં પત્રકાર બાલાક્રિષ્ણન પણ સામેલ હતો, પરંતુ તે લિલામીની શરત પૂરી ન કરી શકતા તે પ્રોપર્ટીની ફરી હરાજી થઈ હતી.  અને સૈફી બુરહાની ટ્રસ્ટ દ્વારા આ ત્રણ સંપત્તિ ખરીદવામાં આવી હતી. કેન્દ્ર સરકારના નાણામંત્રાલય અને મહેસૂલ વિભાગ દ્વારા આ તમામ સંપત્તિની લિલામીની જાહેરાત વર્તમાનપત્રોમાં આપવામાં આવી હતી. દાઉદની દક્ષિણ મુંબઈની આ ત્રણ સંપત્તિની લિલામી ચર્ચગેટની ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરમાં રાખવામાં આવી હતી. સવારે ૧૦થી ૧૨ના સમયગાળામાં યોજાયેલ આ ઓકશન માટે રેપિડ એકશન ફોર્સ સહિત પોલીસની ટીમનો કાફલો તહેનાત કરાયો હતો.આ પહેલાં ૨૦૧૫માં દાઉદની સંપત્તિનું લિલામ કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર એસ. બાલાક્રિષ્ણને રોનક હોટેલ માટે ચાર કરોડ ૨૮ લાખની રકમ બોલી હતી અને તે માટે ૩૦ લાખ રૂપિયા ડિપોઝિટ પણ ભરવામાં આવી હતી, પરંતુ બાકીના ચાર કરોડ રૂપિયા જમા ન કરી શકાતા તે પ્રોપર્ટીનું આજે ફરી ઓકશન થયું હતું.

દાઉદની પ્રોપર્ટીનું બે વર્ષમાં બે વખત ઓકશન યોજવામાં આવ્યું હતું. આ લિલામમાં હોટેલ રૌનક અફરોઝ જે દિલ્હી ઝાયકા તરીકે પણ જાણીતી છે. શબનમ ગેસ્ટ હાઉસ અને પાકમોડિયા સ્ટ્રીટ પર ૬ રૂમનું બે માળનું ડામરવાલા બિલ્ડિંગનો સમાવેશ થયો હતો. ડામરવાલા બિલ્ડિંગ ભીંડી બજારમાં આવ્યું છે જેની નજીક દાઉદ તેના બાળપણ અને યુવાનીના દિવસોમાં રહેતો હતો.

કઈ પ્રોપર્ટીની બેઝ પ્રાઈઝ સામે કેટલી બોલી લગાવી ? 

રૌનક અફરોઝ હોટેલની બેઝ પ્રાઈઝ ૧ કરોડ ૧૮ લાખ રૂપિયા હતી, જ્યારે ટ્રસ્ટ દ્વારા ૪ કરોડ ૫૩ લાખમાં તે ખરીદવામાં આવી હતી. ડામરવાલા બિલ્ડિંગની બેઝ પ્રાઈઝ ૧ કરોડ ૨૧ લાખ રૂપિયા હતી, જ્યારે તેનું લિલામ ૩ કરોડ ૫૩ લાખમાં થયું છે. શબનમ ગેસ્ટ હાસની બેઝ પ્રાઈઝ ૧ કરોડ ૯૦ લાખ રાખવામાં આવી હતી, તેનું વેચાણ ૩ કરોડ ૫૨ લાખમાં થયું છે આમ ટ્રસ્ટ દ્વારા દાઉદની આ ત્રણ પ્રોપર્ટી અંદાજે ૧૧ કરોડ ૫૦ લાખથી વધુ કિંમત આપી ખરીદવામાં આવી હતી.