ડે-સ્પેશ્યિલ : વિજ્ઞાનની ઉન્નતિ માટે ઊજવાતો દિવસ નેશનલ સાયન્સ ડે - Sandesh
  • Home
  • Featured
  • ડે-સ્પેશ્યિલ : વિજ્ઞાનની ઉન્નતિ માટે ઊજવાતો દિવસ નેશનલ સાયન્સ ડે

ડે-સ્પેશ્યિલ : વિજ્ઞાનની ઉન્નતિ માટે ઊજવાતો દિવસ નેશનલ સાયન્સ ડે

 | 6:59 pm IST

બાળમિત્રો, આજે ૨૮ ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. વિજ્ઞાનથી થતા ફાયદાઓ અને લાભ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે તે માટે આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં બીજા દેશની સરખામણીએ ભારત પાસે આવનારો સમય ગોલ્ડન એરા છે. સૌથી વધુ યુવાધન ધરાવતું ભારત ધારે તો વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે અનેક અવનવી શોધો કરી શકે. ભારતમાં આર્યભટ્ટ, ચંદ્રશેખર અને વેંકટ રામન જેવા અનેક વિજ્ઞાનીઓ થઈ ગયા. જેમણે વિજ્ઞાનના ક્ષેત્રે દેશનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. ચાલો જાણીએ આ દિવસની ઉજવણી પાછળનાં કારણો…

  • દેશમાં ઈ.સ. ૧૯૮૬થી પ્રતિ વર્ષ ૨૮ ફેબ્રુઆરીના રોજ નેશનલ સાયન્સ ડે ઊજવવામાં આવે છે. પ્રોફેસર સી.વી. રામને આ દિવસે કલકત્તામાં એક મહાન ખોજ કરી હતી, જે રામન ઇફેક્ટના રૂપમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સી.વી. રામનને તેમની આ ખોજ બદલ ઈ.સ. ૧૯૩૦માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ચંદ્રશેખર વેંકટ રામન, ભારતના ભૌતિક વિજ્ઞાની હતા. ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે તેમના પ્રદાનને કારણે એકમાત્ર ભારત જ નહીં પણ વિશ્વભરના લોકો માટે તેમનું જીવન અને કવન પ્રેરણાસ્ત્રોત સમાન છે.
  • વિજ્ઞાન ક્ષેત્રે થઈ રહેલા નવા પ્રયોગો પ્રત્યે જાગૃતિ આવે તે માટે દેશમાં સાયન્સ સિટી પણ બનાવવામાં આવી છે. કલકત્તા, લખનૌ, અમદાવાદ અને કપૂરથલા એ આપણા દેશનાં ચાર સાયન્સ સિટી છે. તે ઉપરાંત ગૌહાટી અને કોટ્ટયામમાં પણ સાયન્સ સિટીનું નિમાર્ણ થઈ રહ્યું છે. સાયન્સ સિટી વિજ્ઞાનના ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ અને સંશોધનના પ્રદર્શનનંુ કેન્દ્ર છે. તેમાં વિજ્ઞાનથી જોડાયેલી ૩ડી ફિલ્મો પણ દર્શાવવામાં આવે છે. નેશનલ સાયન્સ ડેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે આર્કિષત કરવાનો હોય છે. તેમજ દર વર્ષ આ દિવસ એક થીમ સાથે ઊજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ની થીમ “Fostering Scientific Temper” હતી જ્યારે આ વર્ષની થીમ “Science for Nation Building” રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન