‘તારક મહેતા...’માં ક્યારે કમબેક કરશે તેનો ખુલાસો કર્યો દયાભાભીએ... - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ‘તારક મહેતા…’માં ક્યારે કમબેક કરશે તેનો ખુલાસો કર્યો દયાભાભીએ…

‘તારક મહેતા…’માં ક્યારે કમબેક કરશે તેનો ખુલાસો કર્યો દયાભાભીએ…

 | 11:48 am IST

ફેમસ કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં દયાબેનનો રોલ કરીને પોપ્યુલર થયેલી ઈશા વાંકાણી ગત સપ્ટેમ્બર મહિનાથી શોમાંથી ગાયબ છે. તેમના ફેન્સ રાહ જોઈને બેસ્યા છે કે, ક્યારે તેઓ પરત ફરશએ. મેટરનિટી લિવ પર ગયેલી દિશા વાંકાણી ક્યારે શોમાં પરત ફરશે તેનો તેણે હવે ખુલાસો કર્યો છે.

તેમણે ઈન્સ્ટાગ્રામ પર દયાબેનના ગેટઅપમાં એક ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, દરેક કોઈ મને શોમાં પરત ફરવા માટે કહી રહ્યું છે, ખાસ કરીને તમે લોકો. હું ખુદ શોને બહુ જ મિસ કરું છું. હું શોમાં જરૂર પરત ફરવાનું પસંદ કરીશ. પરંતુ હાલ પરિસ્થિતિઓ મારા ફેવરમાં નથી. મને સમજવા અને મારો સપોર્ટ કરવા માટે આભાર. મને આવી રીતે જ પ્રેમ આપતા રહો અને જોતા રહો તારક મહેતા #Dishadiloves #trkmoc.

World ❤️

A post shared by Disha Vakani (@disha.vakani) on

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરના સમયે દિશા વાંકાણી મેટરનિટી લીવ પર ગઈ હતી. 30 નવેમ્બરના રોજ તેણે દીકરીને જન્મ આપ્યો તો. તેના બાદ સમાચાર મળ્યા હતા કે, તે પરત નહિ આવે. તેણે કમબેક કર્યું હતું, પણ થોડા સમય માટે જ. સૂત્રો જણાવે છે કે, વાપસી બાદ તેણે મેકર્સને દીકરીની વાત જણાવીને મેટરનિટી લીવ આગળ વધારવાનું કહ્યું છે.