Dayaben, Jethalal and Tappu wrote emotional message for Dr. Hathi
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ડો.હાથીના નિધન પર દયાબેન, જેઠાલાલ અને ટપ્પુએ લખ્યો રડાવી દે તેવો મેસેજ

ડો.હાથીના નિધન પર દયાબેન, જેઠાલાલ અને ટપ્પુએ લખ્યો રડાવી દે તેવો મેસેજ

 | 11:04 am IST

સોમવારે ફેમસ કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં ડોક્ટર હંસરાજ હાથીનો રોલ કરનારા એક્ટર કવિ કુમાર આઝાદનું આકસ્મિક નિધન થયું છે. જિંદાદિલીથી જીવનારા આ કલાકારના નિધનથી દેશભરના કલાકારોમાં ગમગીની છવાઈ ગઈ છે. તારક મહેતા શોનું શુટિંગ કેન્સલ કરી દેવાયું છે, અને આખી તારક મહેતાની ટીમ સદમામાં આવી ગઈ છે. શોના લીડ એક્ટર્સ દયાબેન-જેઠાલાલે પણ આ મામલે દુખ વ્યક્ત કર્યું છે. સાથે જ ટપ્પુએ પણ ડો.હાથી માટે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

દિશા વાંકાણીએ શું કહ્યું….
દિશા વાંકાણી એટલે કે દયાબેને ડોક્ટર હાથીના નિધન પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, હું આ વાત પર વિશ્વાસ નથી કરી રહી કે, તેઓ હવે અમારી વચ્ચે નથી રહ્યા. આ સમાચાર અમારા માટે શોકિંગથી પણ ઉપર છે. તેઓ બહુ જ સારા વ્યક્તિ હતા. જેમ તેઓ ઓનસ્ક્રીન હતા, તેવો જ સ્વભાવ તેમનો ઓફસ્ક્રીન પણ હતો. તેમને ખાવું અને રમવુ બહુ જ પસંદ હતું. મારી પ્રેગમેન્સી દરમિયાન ખાસ કરીને મારા માટે ગુલાબ જાંબુ લાવતા હતા. જ્યારે મેં તેમના નિધનના સમાચાર સાંભળ્યા હતા, હું મારી જાતને સંભાળી શક્તી નથી.

ડો.હાથી અમારા શોના લાફિંગ બુદ્ધા હતા
શોમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીએ કહ્યું કે, આ ખબર સાંભળીને હું દુખી થયો છું. હાલ હું મારા પરિવારની સાથે લંડનમાં છું. જ્યારે આ ઘટના થઈ, ત્યારે મને ટીમ મેમ્બર્સના ફોન આવવા લાગ્યા હતા. હું હજી પણ વિશ્વાસ નથી કરી રહ્યો કે, તેઓ આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ બહુ જ શાનદાર શખ્સ હતા.દિલીપ જોશીએ ડોક્ટર હાથીને તારક મહેતા શોના લાફિંગ બુદ્ધા જણાવ્યા હતા.

I will hold on to this hug… sleep in ease.

A post shared by Bhavya Gandhi (@bhavyagandhi97) on

ટપ્પુએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
શોમાં ટપ્પુનો રોલ કરનારા ભવ્ય ગાંધીએ ડોક્ટર હાથીની એક તસીવર ઈન્સ્ટા પર શેર કરી છે. સાથે જ તેણે એક ઈમોશનલ પોસ્ટમાં લખ્યું કે, ફોટોમાં ભવ્ય અને કવિ કુમાર આઝાદ એકબીજાને મળી રહ્યા છે. I will hold on to this hug…sleep in ease. ભવ્ય ગાંધી હવે આ શોનો હિસ્સો નથી, પણ તે તારક મહેતાની આખી ટીમ સાથે જોડાયેલો છે.

ઉલ્લેખનીય છે કે, ડોક્ટર હાથીના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે, જેમાં ટેલિવુડ જગતની અનેક હસ્તીઓ સામેલ રહે તેવી શક્યતા છે.