DC International considers duty imported from Pakistan to Surat to save duty from Dubai
  • Home
  • Gujarat
  • D.C.ઈન્ટરનેશનલ દ્વારા દુબઈના નામે પાકિસ્તાનનો સામાન ખરીદી ડયુટી ચોરીનું કૌભાંડ

D.C.ઈન્ટરનેશનલ દ્વારા દુબઈના નામે પાકિસ્તાનનો સામાન ખરીદી ડયુટી ચોરીનું કૌભાંડ

 | 4:17 pm IST
  • Share

સચિન સુરસેઝની યુનિવર્સલ જેમ્સમાં હીરાની ડયુટી ચોરીના કેસમાં તપાસ ચાલી રહી છે. ત્યાં સક્રિય થયેલા કસ્ટમ અને ડીઆરઆઈએ વરાછાની ડી.સી.ઈન્ટરનેશનલ દ્વારા થઈ રહેલી ડયુટી ચોરી પકડી પાડી છે. પાકિસ્તાનથી સુરત આવેલી ખારેકને દુબઈથી આયાત થઈ હોવાનું ચોપડે દર્શાવ્યું હતું. ડીઆરઆઈને મળેલી બાતમીના આધારે હજીરા પોર્ટથી 50 લાખથી વધુની કિંમતની 198 મેટ્રીક ટન ખારેકના કન્સાઈન્ટમેન્ટને પકડી પાડવામાં આવ્યું છે.

હજીરા અદાણી પોર્ટ પર પાકિસ્તાનથી ખારેક આવી હોવાની માહિતી ડીઆરઆઈ વિભાગને મળી હતી.જેની તપાસમાં છેડો વરાછાની ડી.સી.ઈન્ટરનેશનલ સુધી પહોંચ્યો છે. 5 કન્સાઈન્ટમેન્ટમાં 198 મેટ્રિક ટન પકડી પાડેલી ખારેકને ચોપડે દુબઈથી આયાત કરી હોવાનું સામે આવ્યું છે. બિલ સહિતના દસ્તાવેજોની ચકાસણીમાં તે ખારેક પાકિસ્તાનની હોવાનું ખુલ્યું હતું.

પાકિસ્તાનથી ભારત આયાત થતી વસ્તુ પર 200 ટકા સુધી ડયુટીની વસુલાત થાય છે. જ્યારે દુબઈથી આયાત થતી ખારેક પર 20 ટકા ડયુટી લાગે છે.વિભાગીય અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વરાછાની કંપનીના સંચાલકો પાકિસ્તાનથી ખારેક દુબઈ મોકલતા હોઈ અને ત્યાંથી સુરત લાવતા હોવાનું સામે આવ્યું છે. હજીરા પોર્ટથી જપ્ત કરવામાં આવેલી ખારેક 200 ટકા ડયુટી વત્તા દંડ મળીને 83 લાખની વસુલાત કાઢવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ : દ્વારકા રૂપેણ બંદરે ડીમોલેશન મામલે માહોલ ગરમાયો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો