DCvsCSK, Rishabh Pant imitates Ricky Ponting, Video viral
  • Home
  • Sports
  • Cricket
  • DCvsCSK: રિષભ પંતે કોચ રિકી પોન્ટિંગનો ઉડાવી મજાક! Video વાયુવેગે થયો વાયરલ

DCvsCSK: રિષભ પંતે કોચ રિકી પોન્ટિંગનો ઉડાવી મજાક! Video વાયુવેગે થયો વાયરલ

 | 11:12 pm IST

દિલ્હી કેપિટલ્સ(DC)નો વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત(Rishabh Pant) હાલ ઈજાના કારણે મેદાનમાંથી બહાર છે. તે ચેન્નાઈ સુપરકિંગ્સ(CSK) સામે રમાયેલ મેચમાં પણ મેદાન પર ઉતર્યો નહોતો. પંત હેમસ્ટ્રિંગ ઈજાના કારણે થોડા દિવસો માટે દિલ્હીના પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે. પરંતુ ઇજા હોવા છતા રિષભની મસ્તી ચાલુ જ છે.

આપને જણાવી દઈએ કે CSK સામેની મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals)ના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ(Ricky Pointing) પોતાની ટીમની ઇંનિગના આઠમાં ઓવરમાં કોમેન્ટેટર્સના સવાલોના જવાબ આપી રહ્યા હતા. ત્યારે પંત, રિકી પોન્ટિંગના પાછળ ઉભો રહી પોન્ટિંગ જે કહી રહ્યાં હતા તેની નકલ કરી રહ્યો હતો. કોમેન્ટેટર માર્ક નિકોલસે(Mark Nichols) જ્યારે પોન્ટિંગને પાછળ જોવાનું કહ્યું તો પોન્ટિંગે પંતને જોયો ત્યાર બાદ પંત હસતા-હસતા ત્યાંથી ચાલ્યો ગયો હતો.

પોન્ટિંગે કહ્યું કે,‘હું તેમને ડગઆઉટમાં જોવાની જગ્યાએ ત્યાં મેદાન પર જોવાનું વધુ પસંદ કરીશ.’ આપને જણાવી દઈએ કે પંતને 9 ઓક્ટોબરે રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals) સામે રમાયેલ મેચમાં ઇજા થઈ હતી અને તે ત્યારથી અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યો નથી. પંતે અત્યાર સુધી રમેલી 6 મેચોમાં 176 રન બનાવ્યા છે. ચેન્નાઈ સામેની મેચમાં દિલ્હીનો 5 વિકેટથી શાનદાર વિજય થયો હતો. આ મેચમાં શિખર ધવને 101 બનાવી IPL કરિયરની પહેલી સદી ફટકારી હતી. તે અંત સુધી અણનમ રહ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: દુષ્કર્મની ઘટના મુદ્દે કોંગ્રેસના MLAનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન