સ્પિનર્સની કમાલ બાદ ડી કોકની અડધી સદી, આફ્રિકાએ શ્રેણી જીતી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • સ્પિનર્સની કમાલ બાદ ડી કોકની અડધી સદી, આફ્રિકાએ શ્રેણી જીતી

સ્પિનર્સની કમાલ બાદ ડી કોકની અડધી સદી, આફ્રિકાએ શ્રેણી જીતી

 | 2:00 am IST
  • Share

સાઉથ આફ્રિકાએ તેના સ્પિનર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાને ૧૦૩માં ઓલઆઉટ કર્યા બાદ સિનિયર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે અણનમ અડધી સદી ફટકારતા અહીં રમાયેલી બીજી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચને નવ વિકેટે જીતવાની સાથે ત્રણ મેચની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર શ્રીલંકન ટીમ ૧૮.૧ ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકન ટીમે ૧૪.૧ ઓવરમાં એક વિકેટના ભોગે ૧૦૫ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. તબરેઝ શમ્સીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ૨૦ રનમાં ત્રણ તથા એડન માર્કરામે ૨૧ રનમાં ત્રણ વિકેટ હાંસલ કરી હતી. શ્રીલંકાની ઇનિંગમાં મુખ્ય યોગદાન ભાનુકા રાજાપક્ષાના ૨૦ તથા ઓપનર કુશલ પરેરાના ૩૦ રનનું રહ્યું હતું. ટાર્ગેટ ચેઝ કરનાર આફ્રિકન ટીમ માટે ડી કોકો ૪૮ બોલમાં સાત બાઉન્ડ્રી વડે અણનમ ૫૮ તથા માર્કરામે અણનમ ૨૧ રનની ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન