ડી કોક અને હેન્ડ્રિક્સની વિક્રમી ભાગીદારી, સાઉથ આફ્રિકાએ શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • ડી કોક અને હેન્ડ્રિક્સની વિક્રમી ભાગીદારી, સાઉથ આફ્રિકાએ શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો

ડી કોક અને હેન્ડ્રિક્સની વિક્રમી ભાગીદારી, સાઉથ આફ્રિકાએ શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો

 | 7:30 am IST
  • Share

બોલર્સની શિસ્તબદ્ધ બોલિંગ બાદ ક્વિન્ટન ડી કોક અને રીઝા હેન્ડ્રિક્સે નોંધાવેલી અણનમ અડધી સદીની મદદથી સાઉથ આફ્રિકાએ ત્રીજી અને અંતિમ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને ૧૦ વિકેટે હરાવીને યજમાન ટીમનો ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. ડી કોકને પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર શ્રીલંકન ટીમ આઠ વિકેટે ૧૨૦ રન નોંધાવી શકી હતી. તેના જવાબમાં સાઉથ આફ્રિકાએ ૧૪.૪ ઓવરમાં વિના વિકેટે ૧૨૧ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ડી કોકે ૪૬ બોલમાં સાત બાઉન્ડ્રી વડે ૫૯ તથા હેન્ડ્રિક્સે ૪૨ બોલમાં ૫૬ રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે ૧૨૧ રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી. શ્રીલંકા સામે કોઈ પણ વિકેટ માટે સાઉથ આફ્રિકા તરફથી આ હાઇએસ્ટ પાર્ટનરશિપ રહી છે.

ડી કોકે શ્રેણીમાં સતત બીજી અડધી સદી નોેંધાવી હતી. બીજી ટી૨૦માં ડી કોકે ૫૮ રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી.

પેસ બોલર કાગિસો રબાડાએ શ્રીલંકન ઓપનર આવિષ્કા ફર્નાન્ડોને (૧૨) આઉટ કરવા ઉપરાંત રાજાપક્ષાને (૫) પેવેલિયન પરત મોકલીને સાઉથ આફ્રિકાને મજબૂત શરૃઆત કરી આપી હતી. યજમાન ટીમ તરફથી ઓપનર કુશલ પરેરાએ સર્વાધિક ૩૯ રન બનાવ્યા હતા. ફોર્ટુઇને ૨૧ રનમાં બે તથા રબાડાએ ૨૩ રનમાં બે વિકેટ ખેરવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન