ભારત - પાકિસ્તાન સીમા પરથી મળી અજાણ્યા શખ્સની લાશ - Sandesh
  • Home
  • Gujarat
  • ભારત – પાકિસ્તાન સીમા પરથી મળી અજાણ્યા શખ્સની લાશ

ભારત – પાકિસ્તાન સીમા પરથી મળી અજાણ્યા શખ્સની લાશ

 | 11:39 pm IST

ગુજરાતની સરહરે આવેલા સૂઈ ગામ પાસે ભારત – પાકિસ્તાનની સીમા પરથી એક અજાણ્યા શખ્સની લાશ મળી આવતા પોલીસ પણ તાજ્જુબ રહી ગઈ હતી. ભારત – પાકિસ્તાનની સરહદે પિલ્લર નં.949 1 S પાસેથી બોર્ડર પર ભરાયેલા પાણીમાંથી આ લાશ મળી આવતા, પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

માવસરી પોલીસનું કહેવું છે લાશ અહિં ક્યાંથી આવી ? લાશ કોની છે તે વિશે ઓળખ કરવા હાલ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધું તપાસ હાથ ધરવામાં આવી છે.