deadbody found in Gopal Nagar bakery at Ghatlodiya
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: ઘાટલોડિયાની બેકરીમાંથી એકસાથે 3 મૃતદેહો મળ્યાં, મોતનું કારણ અકબંધ

અમદાવાદ: ઘાટલોડિયાની બેકરીમાંથી એકસાથે 3 મૃતદેહો મળ્યાં, મોતનું કારણ અકબંધ

 | 1:30 pm IST
  • Share

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પફ બનાવતી બેકરીમાં એકસાથે 3 પરપ્રાંતિય મજૂરોના મૃતદેહ મળી આવવાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ગોપાલનગર સ્થિત UKS નામની પફ બનાવતી બેકરીમાં કામ કરતાં 3 મજૂરોના મૃતદેહો મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મૃતકોની ઓળખ હસન, ઈબ્રાહીમ અને અસ્લમ તરીકે થઈ છે. હાલ પોલીસે ત્રણેયના મૃતદેહોને કબજે લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય મજૂરોનું ગૂંગળામણ થઈ જવાના કારણે મોત નિપજ્યું હોવાનું અનુમાન છે. હાલ પોલીસે એફએસએલની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન