સિદ્ધૂ અને આપ વચ્ચે અટકી પડી 'ડીલ', પત્ની માટે પણ માંગી ટિકિટ - Sandesh
  • Home
  • Featured
  • સિદ્ધૂ અને આપ વચ્ચે અટકી પડી ‘ડીલ’, પત્ની માટે પણ માંગી ટિકિટ

સિદ્ધૂ અને આપ વચ્ચે અટકી પડી ‘ડીલ’, પત્ની માટે પણ માંગી ટિકિટ

 | 6:47 pm IST

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોતસિંહ સિદ્ધૂ અને આમ આદમી પાર્ટી(આપ) વચ્ચેની ‘ડીલ’ અટકી ગઈ છે. રાજ્યસભામાંથી ભાજપનું સાંસદ પદ છોડ્યા પછી આપનો છેડો ઝાલવા જઈ રહેલા સિદ્ધૂ હવે અસમંજસની સ્થિતિમાં છે, હવે કહેવાઈ રહ્યું છે કે ગુરુ! હવે શું થશે? ક્યાં જશો?.

સૂત્રો અનુસાર સિદ્ધૂ આપમાં શામેલ થઈને મુખ્યમંત્રી પદ ઈચ્છે છે. તેની સાથે જ તે પોતાની પત્ની નવજોતસિંહ સિદ્ધૂ માટે પણ પાર્ટીની ટિકિટ ઈચ્છે છે. આમછતાં આપ ન તો સિદ્ધૂને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા ઈચ્છે છે કે ન તો તેમની પત્નીને ટિકિટ આપવાના પક્ષમાં છે.

ઉલ્લેખનિય છે કે પાછળા કેટલાંક દિવસોથી એ સમાચારો આવી રહ્યા છે કે સિદ્ધૂ 15મી ઓગસ્ટે વિધિવત રીતે આપમાં જોડાઈ જશે અને આપના મુખ્ય પ્રચારક બનશે. હવે એવું લાગે છે કે તેમના આપમાં શામેલ થવા પર સસપેન્સ હજી પણ થોડો વધું ચાલશે.

દિલ્હીના ભાજપના નેતા આર પી સિંહે ટ્વિટર પર કહ્યું હતું કે આપમાં શામેલ મારા સૂત્રો અનુસાર સિદ્ધૂ સાથે વાતચીતનો પહેલો રાઉન્ડ ખતમ થઈ ચૂક્યો છે. તેમાં  સિદ્ધૂને સફળતા મળી નથી. કારણકે પાર્ટી તેમની પસંદના 40 ઉમેદવારોની માંગણી પૂરી  કરી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન