Deals for helicopters, missiles likely during Trump's India visit?
  • Home
  • Featured
  • ટ્રમ્પ ખાલી હાથે કંઇ નહીં આવે, ભારત આવશે સમુદ્રનો ‘સિંહ’, ચીન થરથર કાંપશે

ટ્રમ્પ ખાલી હાથે કંઇ નહીં આવે, ભારત આવશે સમુદ્રનો ‘સિંહ’, ચીન થરથર કાંપશે

 | 8:33 am IST

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેની રંગચંગે તૈયારીઓ થઇ રહી છે. એવામાં ટ્રમ્પ ભારત આવશે ત્યારે શું લઇ આવશે તેની પણ ચર્ચાઓ થઇ રહી છે. તો મળતી માહિતી પ્રમાણે ભારત આવે તે પહેલાં બંને દેશોની વચ્ચે થનાર બે મોટા રક્ષા સોદાને આખરી ઓપ અપાઇ રહ્યો છે. 30 હેવી-ડ્યૂટી સશ્સ્ત્ર હેલિકોપ્ટર્સ માટે 3.5 અબજ ડોલર (25000 કરોડ રૂપિયા)નો આ કરાર થવાનો છે.

નેવી માટે 24 એમએચ-60 ‘રોમિયો’ સીહૉક મેરીયટાઇમ મલ્ટી-મિશન હેલિકોપ્ટરો માટે 2.6 અબજ ડોલરનો સોદો થઇ રહ્યો છે. આ હેલિકોપ્ટર અમેરિકન કંપની લૉકહીડ માર્ટિન પાસેથી ખરીદાશે. ત્યાં સેના માટે છ એએચ-64 ઇ અપાચે એટેક હેલિકોપ્ટરો માટે 930 મિલિયન ડોલરનો સોદો થવાનો છે. સૂત્રોના મતે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી દ્વારા આ સોદાને આવતા સપ્તાહે ઔપચારિક મંજૂરી અપાશે.

4-5 વર્ષમાં આવશે તમામ MH- 60R હેલિકોપ્ટર

સોર્સના મતે યુએસ ફોરેન મિલિટરી સેલ્સ (એફએમએસ) ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ ડીલની અંતર્ગત ભારત MH- 60R હેલિકોપ્ટરો માટે પહેલા હપ્તાપેટે 15 ટકાની ચૂકવણી કરશે. કોન્ટ્રાક્ટ પર સાઇન થયા બાદ બે વર્ષમાં હેલિકોપ્ટરોનો પહેલો હપ્તો અમને મળી જશે. ત્યાં ચાર થી પાંચ વર્ષમાં તમામ 24 હેલિકોપ્ટર આવી જશે.

ચીનને બરાબરનું પડકારશે આ હેલિકોપ્ટર

હેલફાયર મિસાઇલો, MK-54 ટૉરપીડો અને સટીક મારનાર રોકેટોથી લેસ MH-60R હેલિકોપ્ટર ભારતીય રક્ષાબળોને સતહ અને સબમરીન ભેદી યુદ્ધ અભિયોનાને સફળતાથી અંજામ આપવામાં સક્ષમ બનાવશે. આ હેલિકોપ્ટર ફ્રિગેટ, વિધ્વંસક જહાજો, ક્રૂઝર અને વિમાનવાહક જહાજથી સંચાલિત કરી શકાય છે. આ હેલિકોપ્ટરોને દુનિયાના સૌથી અત્યાધુનિક સમુદ્રી હેલિકોપ્ટર મનાય છે. નિષ્ણાતોના મતે હિન્દ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહારને ધ્યાનમાં રાખતા ભારત માટે આ હેલિકોપ્ટર આવશ્યક છે. આ હેલિકોપ્ટર અત્યારે અમેરિકન નૌસેનામાં તૈનાત છે. આ ક્ષેત્રના લશ્કરી દળોમાં અત્યાર સુધીમાં લગભગ એક ડઝન જૂના સી કિંગ અને 10 કામોવ-28 એન્ટી સબમરીન યુદ્ધક હેલિકોપ્ટર છે.

આપને જણાવી દઇએ કે અમેરિકાએ ગયા વર્ષે એપ્રિલમાં ભારતને સીહૉક હેલિકોપ્ટર વેચવાની મંજૂરી આપી દીધી હતી. કહેવાય છે કે આ હેલિકોપ્ટર્સથી ભારતીય નૌકાદળને એન્ટી ગ્રાઉન્ડ અને એન્ટી સબમરીન લડાઇમાં વધુ તાકાત મળશે. આ હેલિકોપ્ટરને સબમરીનને શોધી નષ્ટ કરવા માટે બનાવાય છે. સીહૉક બ્રિટનમાં બનેલા અને જે હવે જૂના થઇ ચૂકેલા સી કિંગ હેલિકોપ્ટરનું સ્થાન લેશે.

આ વીડિયો પણ જુઓ : પીએમ મોદીનુ ટ્રમ્પ આગમનને લઇને કર્યુ ટ્વિટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન