jioને ટક્કર આપવા ideaએ લૉંચ કર્યો અનલિમિટેડ કૉલિંગ માટે ધમાકેદાર પ્લાન - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • jioને ટક્કર આપવા ideaએ લૉંચ કર્યો અનલિમિટેડ કૉલિંગ માટે ધમાકેદાર પ્લાન

jioને ટક્કર આપવા ideaએ લૉંચ કર્યો અનલિમિટેડ કૉલિંગ માટે ધમાકેદાર પ્લાન

 | 3:49 pm IST

Jioના આવ્યા પછી ટેલીકોમ માર્કેટમાં આવ્યા બાદ દરેક કંપનીને હચમચાવી દીધી છે. આ સાથે આઈડિયા સેક્યુલરે પોતાના પ્રિપેડ ગ્રાહકો માટે 140 રૂપિયાનો પ્લાન લૉંચ કર્યો છે. આ પ્લાન એ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લૉંચ કરવામાં આવ્યો છે જે કૉલિંગ વધારે કરે છે. આ પ્લાનમાં યૂઝરને અનલિમિટેડ ડેટાના બદલે માત્ર 1જીબી 2જી/3જી ડેટા મળશે.

149 રૂપિયાનું રિચાર્જ પર ગ્રાહકને મફતમાં અનલિમિટેડ કૉલ્સની સાથે ફ્રી રોમિંગની સુવિધા મળશે. આ રિચાર્જની વેલિડિટી 21 દિવસની છે. તેની સાથે પેકમાં યૂઝરને પ્રતિદિન 100 એસએમએસ પણ મળશે. આ પ્લાનમાં ધ્યાન રાખવા જેવી એક ચીજ એ છે કે યૂઝર પ્રતિદિન 250 મિનિટ એટલે કે 1000 મિનિટ પ્રતિ અઠવાડિયામાં કૉલિંગનો લાભ ઉઠાવી શકો છો.

જો કે આ પ્લાન હાલ અમુક સર્કલ્સ માટે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે, થોડાક દિવસ પહેલા જિયોએ પોતાના 399 રૂપિયાવાળા પ્લાન પર 100 રૂપિયા કેશબેક આપવાની જાહેરાત કરી હતી. જ્યારે એરટેલે પોતાના પ્લાનમાં મળનાર ડેટાની લિમિટ વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે, આઈડિયા અને વોડાફોનના વિલયની પ્રક્રિયા હવે છેલ્લા ચરણમાં છે. જલ્દીથી બન્ને કંપનીઓ એક બેનર નીચે કામ કરતી નજરે પડશે.