બનાસકાંઠાના દાંતા તાલુકાના ધાગડીયા ગામે 22 દિવસ પહેલા કુવામાંથી એક લાશ મળી હતી. જેનું આ જ દિવસ સુધી રહસ્ય અકબંધ છે. પરિવારજનોએ પણ લાશને લઈ જવાની ના પાડી દીધી છે.

આ મામલામાં મળતી માહિતી પ્રમાણે દાંતા તાલુકાના ધાગડીયા ગામે ગત ૨૨ જાન્યુઆરીના રોજ સુરજ મકવાણા સાથે 4 મિત્રો કોઈ પ્રસંગે જવા નીકળ્યા હતાં. ત્યાંથી પાછા વળતા માત્ર ચાર જ મિત્રો આવતા એક મિત્ર સુરજ મકવાણા લાપતા થયો અને તેની લાશ ત્રણ દિવસ બાદ એક કુવા માંથી મળી. જેને લઇ સમગ્ર ધાગડીયા ગામમાં ચકચાર મચી ગઈ હતી. ઘરે તેની પત્નીને બે નાના બાળકો પોતાના પિતાની રાહ જોતા રોકકળ મચાવતા હતા. જ્યાં સાબરકાંઠાનાં ખેરાજ પોલીસે મારનારને અજાણ્યા પુરુષની લાશ ગણી પોસ્મારટમ માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી. જ્યાં સગા બાપને તથા પત્નીને તેનું મોઢું પણ જોવા ન મળ્યું. આજે આ લાશને છેલ્લા ૨૨ દિવસથી મૃતકના મિત્રના ઘરે મુકી દેવામાં આવી છે.

પરિવારજનોએ પણ જિદ્દ પકડી છે કે જ્યાં સુધી ગુનેગારો નહીં પકડાય ત્યાં સુધી અમે તેનો અંતિમસંસ્કાર નહી કરીએ. આ લાશ પીએમ બાદ સાબરકાઠાથી બનાસકાંઠાના દાંતા તાલુકાના ધાગ્દીયા ખાતે રખાઈ છે. જેનો આદિવાસી ચડોતરા પ્રથા મુજબ ગુનેગારના મળતા અને મજતકની હત્યા ની આશંકા એ પરિવારજનો એ ખાટલામાં જ રાખી મૂકી છે ,જે હાલ સડવા લાગી છે

જોકે આ સમગ્ર બનાવને ગ્રામજનો પણ પૂર્વ આયોજિત કાવતરું ગણાવી રહ્યા છે. ગામમાં ચર્ચાઈ રહ્યું છે કે મૃતક પાસે રૂપિયા ૨૦૦૦ પડાવી લેવા માટે ચાર મિત્રોએ જ આ સુરજ મકવાણાને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઘરનો એક માત્ર મોભી ગુમાવી બેસતા હાલમાં તેના બે બાળકોની પત્ની તથા ઘરડા પિતા નિરાધાર બન્યા છે. ત્યારે પોલીસ તથા સરકાર આ પરિવારને સહાય રૂપ બને તેવી અપેક્ષા રખાઈ રહી છે.

આ સ્થિતમાં તંત્ર એકદમ ચુપ છે ,પોલીસ મુક પેક્ષક બની છે? ત્યારે સવાલ એ થાય છે કે શું ” ખૂન કે બદલે ખૂન ” ની નીતિ એ અહી હિંસક “ચડોતરું “થશે ? શું સરકાર આદિવાસી ગૌરવ વિકાસ યાત્રા સમાપન પહેલા આ સ્થિતી માંથી કોઈ સમાધાનકારી રસ્તો શોધી શકશે ?