ઉત્તરાખંડમાં મુસાફર ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકી, 13ના મોત - Sandesh
NIFTY 10,422.65 +1.25  |  SENSEX 33,842.21 +-75.73  |  USD 64.9625 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ઉત્તરાખંડમાં મુસાફર ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકી, 13ના મોત

ઉત્તરાખંડમાં મુસાફર ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકી, 13ના મોત

 | 2:34 pm IST

ઉત્તરાખંડના ટોટમ જિલ્લાની પાસે એક બસ ખીણમાં પડી ગઇ. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃત્યુ પામનાર લોકોની હજી ઓળખ થઇ નથી.

મળતી માહિતી પ્રમાણે આજે સવારે લગભગ 10 વાગ્યે રામનગર-અલમોડા રોડ પર એક પેસેન્જર બસ અલમોડાના દેઘાટથી નૈનીતાલના રામનગર જઇ રહી હતી. બસમાં અંદાજે 24 લોકો સવાર હતા. ટોટમની પાસે બસ દુર્ઘટનાનો શિકાર થઇ અને ખીણમાં પડી ગઇ. સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા પેસેન્જરોની કાઢવાની કોશિષ કરાઇ. ઘટનામાં 13 લોકોના મોત થયા.

સ્થળ પર સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને જિલ્લા પોલીસની ટીમો પહોંચી ચૂકી છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.