debate-in-twitter-over-indian-companies-bosses-and-life-work-balance
  • Home
  • Technology
  • શું ભારતીય બોસ જીવન અને કામ વચ્ચે સંતુલનને સમજી શકે છે? Twitter પર ચર્ચા

શું ભારતીય બોસ જીવન અને કામ વચ્ચે સંતુલનને સમજી શકે છે? Twitter પર ચર્ચા

 | 6:34 pm IST

હંમેશા એવુ માનવામાં આવે છે કે વ્યક્તિગત અને કામ વચ્ચે યોગ્ય સંતુલન જરૂરી છે. પરંતુ આ તાલમેલ શું સૌ કાઈ જાળવી શકે છે. આ સવાલ એટલે મોટો છે કે આજના તીવ્ર હરિફાઈવાળા યુગમાં કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવું ખુબજ જરૂરી છે. વાત જાણે એમ છે કે હાલ સોશિયલ મીડિયામાં આ ચર્ચાએ જોર પકડ્યું છે.

સોશિયલ મીડિયાના સ્ટ્રોંગ પ્લેટફોર્મ ધરાવતા Twitter પર એક પોસ્ટ ટ્રેડ કરી રહી છે. આ ટ્વીટમાં લખ્યુ છે કે, હું એવી ભારતીય કંપનીઓની અને તેના સંસ્થાપકોની નિંદા કરૂ છું જેમની પાસે કામ અને તેમની વ્યક્તિગત જિંદગી વચ્ચે સંતુલન નથી. કેટલાક બોસ તેમના કર્મચારીઓની વ્યક્તિગત જિંદગી વીશે વિચારતા જ નથી. કર્મચારી કોઈ રજા પર હોય તો પણ તેને ફોન કરી વારંવાર ડિસ્ટર્બ કરે છે. કર્મચારીઓને જાહેરમાં ઉઘડો લે છે રજા લેતા વિચારે તેવુ વર્તન કરે છે.

કેટલાક વર્કહોલિક બોસ તેમના કર્મચારીઓ પાસે પણ એવી આશા રાખે છે કે તેઓ પણ તેમની જેમ કામ પર જ ધ્યાન આપે. ઓફિસ અને કાર્યાલયનું વાતાવરણ એટલુ સહજ હોવું જોઈએ કે કર્મચારીઓ મન લગાવી આરામથી તેમનું કામ કરે. ક્યારેક વધારે પડતા પ્રેસરથી કર્મચારી હેરાન થાય છે. માનસિક સ્વસ્થતા પણ ગુમાવી બેસે છે.

ઉલ્લેખનીય છે કે આ ટ્વીટ પર ચર્ચાએ જોર પકડ્યુ છે આ ટ્વીટને અત્યારસુધીમાં 4000થી પણ વધુ રિટ્વીટ કરવામાં આવ્યુ છે. 8000થી વધુ લાઇક મળી છે. કેટલાયે લોકોએ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને પોતાના અનુભવો શેર કર્યા છે.