Debina Bonnerjee on wearing a bikini on TV: I was nervous initially
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ટીવી શો’માં પહેલી વખત અડધા કપડામાં દેખાશે અભિનેત્રી, તોડશે વર્ષોનો જૂનો સિલસિલો!

‘ટીવી શો’માં પહેલી વખત અડધા કપડામાં દેખાશે અભિનેત્રી, તોડશે વર્ષોનો જૂનો સિલસિલો!

 | 2:29 pm IST

ટીવી શોની જો વાત કરીએ તો મોટે ભાગે સંસ્કારી વધૂ જોવા મળતી હોય છે. પરંતુ તો ટીવીમાં બોલ્ડ સીન આપવાની વાત કરવામાં આવે તો બબાલ થઈ જાય છે અને ભૂતકાળ તેનો સાક્ષી છે. કદાચ એટલા માટે જ ટીવીની હિરોઈનો બોલ્ડ સીન આપવાને લઈને ડરતી હોય છે. પરંતુ હવે એવી એક અભિનેત્રી આવી ગઈ છે કે જે બોલ્ડ સીન આપશે અને આ ટ્રેન્ડને તોડી નાખશે. આ હિરોઈન કદાચ પહેલી વાર ટીવીમાં બિકની પહેરીને જોવા મળશે.

આ હિરોઈન કોઈ બીજી નહીં પણ રામાયણમાં સીતા બનીને ઘરે ઘરે ફેમસ થનારી દેબિના બેનર્જી છે. દેબિના જલ્દી જ એક ટીવી શોમાં બિકની પહેરીને દેખાશે. આ બોલ્ડ અવતારનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દેબિનાને આ અંદાજમાં જોઈને સૌ કોઈ હેરાન છે.

દેબિના સુપરનૈચરલ ટીવી શો વિષ: ધ પ્વાઈઝન લવ સ્ટોરીમાં વિશ કન્યાનો રોલ અદા કરવા જઈ રહી છે. આ રોલ માટે દેબિનાએ પોતાને ઘણી બોલ્ડ કરી છે. આ ટીવી શોમાં દેબિના બિકની પહેરેલી જોવા મળશે. એક ઈન્ટરવ્યુમાં આ શો માટે કેટલી મહેનત કરવી પડી એ ખુલાસો કર્યો છે.

દેબિનાએ કહ્યું કે, હું પહેલા ખુબ નર્વસ મહેસુસ કરતી હતી. પરંતુ આ શોમાં મારો એવો કિરદાર છે કે જે છોકરી પોતાની મરજી પ્રમાણે જીવન જીવે છે અને બીજાની પરવાહ નથી કરતી. માટે મને લાગ્યું કે આ સીન મારે કરવો જોઈએ અને દર્શકો માટે મે આ રોલ પુરી મહેનત કરીને નિભાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન