decision of Modi government! Junk food will be banned within 50 meters of school-college
  • Home
  • Health & Fitness
  • મોદી સરકારનો મોટો નિર્ણય! શાળા-કોલેજની 50 મીટરની અંદર જંક ફૂડ પર લાગશે પ્રતિબંધ

મોદી સરકારનો મોટો નિર્ણય! શાળા-કોલેજની 50 મીટરની અંદર જંક ફૂડ પર લાગશે પ્રતિબંધ

 | 5:56 pm IST

કેંદ્ર સરકાર દ્વારા ભારત સરકારનું ફૂડ એન્ડ સેફટી વિભાગનું ડ્રાફ્ટ બિલ પસાર કરી શકે છે. આ માટે સરકાર દ્વારા 7 નવેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. શાળા અને કોલેજોના 50 ચોરસ મીટર વિસ્તારમાં જંક ફૂડ નહી વેચવાનું કે તેની જાહેરાત નહિ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ માટે કેન્દ્ર સરકારે લોકો પાસે સૂચન માંગ્યા છે. આ અંતર્ગત એક મહિના દરમિયાન શાળા, કોલેજો, સંચાલકો ઉપરાંત વેપારીઓ, લોકો પોતાનો અભિપ્રાય આપી શકશે.

તમને જણાવી દઇએ કે, જંક ફૂડના કારણે લોકો ઓબીસિટસ, ડાયાબીટીસ, હાઇપરટેંશન જેવા રોગોનો ભોગ બને છે. આ પ્રકારના ફુડ ચટાકેદાર, સુગર, અને ફેટ વધારે હોય છે માટે કેન્દ્ર સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય માટે ફૂડ એન્ડ સેફટી વિભાગનું ડ્રાફ્ટ બિલ પસાર કર્યું છે. પરંતુ એક મહિના દરમિયાન શાળા, કોલેજો, સંચાલકો ઉપરાંત વેપારીઓ, લોકો પાસે તેમણે આ અંગે અભિપ્રાય પણ માંગ્યો છે.

સરાકાર આગામી ભેઢીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શાળા, કોલેજ સંકુલના 50 મીટરમાં જંક ફૂડ વેચવા પર પ્રતિબંધ લગાવી શકે છે. જંક ફુડ પર કેંદ્ર સરકારના ડ્રાફ્ટમાં શાળા, કોલેજની કેંટીનો પર વેચાતા જંક ફૂડને લઈ ખુબ જ જલ્દી નિયમ આવી શકે છે. સંકુલના 50 મીટર વિસ્તારમાં આ પ્રકારના ફુડ માટે પ્રતિબંધ લાગી શકે છે.

જંક ફૂડથી થતું નુક્સાન

1. ચરબી અને ખાંડમાં ઊંચા ખોરાકનો વપરાશ મગજના રાસાયણિક પ્રવૃત્તિમાં ફેરફાર કરે છે. આનાથી તણાવનો ઉપાય લાગી શકે છે જેમાં તણાવનો સામનો કરવામાં અસમર્થતા હોય છે અને તેથી તે તમને નિરાશ કરે છે. ઉપરાંત, જંક ફૂડને વધુ પડતો ખાવું, તમારા શરીરમાં જરૂરી પોષક તત્વો જેમ કે એમિનો એસિડ ટ્રિપ્ટોફોન ગુમાવશે. આ એમિનો એસિડનો અભાવ ડિપ્રેશનની લાગણીઓમાં વધારો કરી શકે છે. 2. જંક ફૂડ કોલેસ્ટેરોલ અને ટ્રાઇગ્લિસરાઇડના સ્તરને વધે છે, જે હૃદય રોગના વિકાસ માટેના મુખ્ય જોખમ પરિબળો છે. જંક ફૂડમાં હાજર ચરબી શરીરમાં સંગ્રહિત થાય છે અને તમને સ્થૂળ બનાવે છે. જેટલું વધારે તમે વજન આપો છો, તેટલું વધારે હૃદય રોગનું જોખમ. 3. જંક ફૂડનો બીજો ગેરલાભ એ છે કે તે લીવરને નુકસાન પહોંચાડી શકે છે. જંક ફૂડ્સમાં ટ્રાન્સ ચરબીના ઊંચા સ્તરો હોય છે જે યકૃતમાં ચરબી તરીકે જમા થાય છે, જે ફેટી લીવર રોગ અને યકૃત ડિસફંક્શનનું કારણ બની શકે છે. 4. એક નોંધાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખાંડ અને ચરબીમાં વધારે પ્રમાણમાં ફાસ્ટ ફૂડ્સનો વપરાશ કરવો કોલોન કેન્સર થવાનું જોખમ વધારે છે. એક અન્ય અભ્યાસ દર્શાવે છે કે જે લોકોએ તળેલા ખોરાકમાં એક મહિનામાં બે કરતા વધુ વખત ખાધું તે પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન