UPના CM યોગી આદિત્યનાથે રામ મંદિરને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે... - Sandesh
  • Home
  • Featured
  • UPના CM યોગી આદિત્યનાથે રામ મંદિરને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે…

UPના CM યોગી આદિત્યનાથે રામ મંદિરને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે…

 | 2:10 pm IST

આખરે જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તેની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી દીધી છે. દિવાળીના તહેવાર પર રામલલાના દ્વારે પહોંચેલા યોગી આદિત્યનાથે રામ મંદિરને લઇ કહ્યું હતું કે સરકાર અયોધ્યા મામલા પર લોકોની ભાવનાનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર હતું અને રહેશે.

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અયોધ્યા આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બિન્દુ છે. અયોધ્યાને લઈને સમાધાન ટૂંક સમયમાં આવી જશે. તમામ સંતો તેમની સાથે છે.

મંદિર હતું, છે અને રહેશે

દીપોત્સવના ભવ્ય આયોજન અને સરયૂ નદીના કિનારે ત્રણ લાખથી પણ વધારે દીવડાઓ સળગાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યા બાદ યોગી આદિત્યનાથે આયોધ્યાને વિકાસની ભેટ તો આપી જ સાથે જ મંદિર મુદ્દે વાત પણ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એ વાતમાં શંકાને કોઈ જ સ્થાન નથી કે ત્યાં મંદિર હતું, છે અને રહેશે. તેમણે એવુ પણ કહ્યું હતું કે, ભવ્ય રામ મંદિર નિર્માણને લઈને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે અને બંધારણના યાદરામાં રહીને રામ મંદિર બનાવવામાં આવશે. તેમણે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવાની સાથે જ એરપોર્ટ અને મેડિકલ કોલેજ બનાવવાની પણ જાહેરાત કરી.

રામની મૂર્તિ થશે સ્થાપના

યોગીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની દર્શનીય મૂર્તિની સ્થાપના થશે. તેના પણ અમે ચર્ચા કરીશું. અયોધ્યાની ઓળખ પ્રભુ શ્રી રામથી છે. પૂજનીય મૂર્તિ મંદિરમાં હશે પરંતુ દર્શનીય મૂર્તિ સરયૂ કિનારે હશે. મૂર્તિનું કામ અંતિમ ચરણ પર ચાલી રહ્યું છે.

હનુમાનગઢી મંદિરમાં કરી પૂજા-અર્ચના

દિવાળી પર ફરી એકવાર રામ નગરી અયોધ્યા ચર્ચામાં છે. મંગળવારે લાખો દીપ સળગાવી સરયૂ ઘાટ પર દીપોસ્તવની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં યોગી આદિત્યનાથ અયોધ્યામાં છે. યોગી આદિત્યનાથે હનુમાનગઢીમાં દર્શન કર્યા. નક્કી કાર્યક્રમ અનુસાર હનુમાનગઢી મંદિરમાં પૂજા કર્યા બાદ યોગી આદિત્યનાથ સાધુ-સંતોથી મુલાતાક કરશે. સંતોથી મુલાકાત કર્યા બાદ યોગી આદિત્યનાથ તેમના સંસદીય ક્ષેત્ર ગોરખપુર જવા માટે રવાના થશે.