Declaration prohibiting Asthi Visarjan at Somnath Triveni Sangam
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સોમનાથ ત્રીવેણી સંગમમાં અસ્થી વિર્સજન પ્રતિબંઘ ફરમાવતા જાહેરનામાનો મામલો ગરમાયો

સોમનાથ ત્રીવેણી સંગમમાં અસ્થી વિર્સજન પ્રતિબંઘ ફરમાવતા જાહેરનામાનો મામલો ગરમાયો

 | 8:31 pm IST
  • Share

સોમનાથની પવિત્ર ત્રીવેણી સંગમ ઘાટની નદીમાં અસ્થી વિર્સજન સહિતની વસ્તુ્ઓ પધરાવવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ અમલમાં આવતા મામલો ગરમાયો છે. તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટયની સીકયુરીટી સામસામે આવી જતા ઉગ્ર બોલચાલી થતા વાતાવરણ તંગ થયુ હતું. તીર્થ પુરોહિતોએ કલેકટરને રૂબરૂ મળી જાહેરનામાની અમલવારી અટકાવવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે. સોમનાથ ટ્રસ્ટાએ એનજીટીની સુચનાથી ત્રીવેણી નદી વધુ પ્રદુષિત ન થાય તે હેતુસર જાહેરનામુ અમલમાં લાવ્યુ હોવાનો ખુલાસો કર્યો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સોમનાથ ટ્રસ્ટની દરખાસ્તના પગલે ત્રિવેણી સંગમ નદીમાં અસ્થિ વિસર્જન કે પિંડદાન સહિતની વસ્તુઓ ના પધરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ કરતા વર્ષોની પરંપરા અટકતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક તીર્થ પુરોહિતમાં રોષની લાગણી ફેલાય હતી. આજે મંગળવારે સોમનાથ ટ્રસ્ટના સુરક્ષા વિભાગ દ્વારા જાહેરનામાની અમલવારી સબબ તીર્થ પુરોહિતોને અટકાવતા મામલો ગરમાયો હતો.

સોમપુરા બ્રહમસમાજના પ્રમુખ દુષ્યંમત ભટ્ટે જણાવેલ કે, પીંડદાન અને અસ્થી વિર્સજન કરવાથી કોઇપણ જાતનું પ્રદુષણ ફેલાતુ નથી. શાસ્ત્રો અને વિજ્ઞાન સીક્કાની બે બાજુ છે. પીંડ એ જળચર માછલીના ખોરાક તરીકે ઉપયોગ થાય છે. અસ્થીમાંથી જળચર પ્રાણીને કેલ્શીયમ મળે છે. સમગ્ર ભારતના તીર્થ સ્થાનોમાં શાસ્ત્રોક્ત વિધિથી પોતાના સ્વકજનો (પીતૃઓ)ના અસ્થી વિર્સજન અને પીંડદાન કરાવવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટના પ્રથમ ટ્રસ્ટી અને પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇ, અટલ બિહાર વાજપેયજી અને હાલમાં ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલના નિધન બાદ અસ્થીઓનું આ જ ત્રીવેણી સંગમ ઘાટની નદીમાં પધરાવવામાં આવેલ હતા. દૂર-દૂરથી મોટી સંખ્યામાં યાત્રીકો પોતાના સ્વલજનોના અસ્થી પઘરાવવા અને પીંડદાન કરવા માટે સદીઓથી ત્રીવેણી સંગમ ઘાટે આવી રહ્યા છે. જેથી પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામાની અમલવારી અટકાવવાની માંગણી છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો ના છુટકે આવતીકાલ સવારથી તીર્થ પુરોહિતો પરીવાર સાથે ત્રીવેણી સંગમના ઘાટ પર અનિશ્ચિત સમય માટે ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચાંરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો