વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને કરો ઘરની સજાવટ

એક સમય હતો જ્યારે ફિલ્મ અને ટેલિવિઝનમાં જોઈને મહિલાઓ પોતાના ઘરમાં પણ વિવિધ પ્રકારનાં વિન્ડચાઈમ લાવતી હતી, પરંતુ વિન્ડચાઈમ પહેલાંના સમયમાં પણ લગાવવામાં આવતાં હતાં. તેનાથી ઘરની શોભામાં વધારો થાય છે. સાથે ઘરમાં આવનાર વ્યક્તિ તેની તરફ આકર્ષાય છે.
ઘરમાં આપણી ઘણી વસ્તુ એવી હોય છે, જેનો ઉપયોગ આપણે કરતા નથી, તેવી વસ્તુનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને વેસ્ટ વસ્તુમાંથી કંઈક આકર્ષક બનાવી શકો છો.
સોડાની બોટલના બિલ્લા, વાઈનની કાચની બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ, ડિસ્પોઝેબલ થર્મોકોલના ગ્લાસ, જૂના કપ-રકાબી, જૂની ડીવીડી (સીડી), તાળા વિનાની વધારાની ચાવીઓ વગેરે જેવી વેસ્ટ વસ્તુઓ ઘરમાં પડી રહેલી હોય છે. જેનો કોઈ ઉપયોગ થતો નથી અને છેલ્લે તેને કચરામાં અથવા તો ભંગારમાં જવા દેતા હોઈએ છીએ. હવે આ જ વેસ્ટ વસ્તુઓનો ચોક્કસ રીતે ઉપયોગ કરીને તમે બનાવી શકો છો આકર્ષક વિન્ડચાઈમ
વધારાની જૂની ચાવીઓ અથવા તો તાળા વિનાની ચાવીઓને એકત્રિક કરો, તેને સાફ કર્યા બાદ ગોળ પ્લાસ્ટિકની ડિશ કે સીડીમાં નાયલોન દોરીની મદદથી ઉપર નીચે આવે તે રીતે ગોળ ફરતી ચાવીઓ બાંધો, તેમ કરવાથી તે દેખાવમાં આકર્ષક લાગશે.
સોસ, વાઈન, સોડા વગેરેની કાચની બોટલને સાફ કરીને તેને કલર કરીને તેની પર ફૂલ કે વેલ બનાવીને તેને ડેકોરેટ કરો, ત્યારબાદ તેને ઊંધી કરીને તે બોટલમાં દોરી વડે રંગીન થર્મોકોલને નાયલોન દોરીમાં લગાવીને લગાવી શકાય. દેખાવ સારો લાગશે અથવા વધારાની બંગડી પણ બાંધી શકાય.
પ્લાસ્ટિકની બોટલનો પણ ઉપયોગ કરી શકાય છે. પ્લાસ્ટિકની બોટલને વચ્ચેથી કાપીને તેમાં સીડી, બંગડી, થર્મોકોલ બોલ્સ, મોતી વગેરે લગાવી શકાય છે. ખાસ કરીને બોટલને બહારથી ડેકોરેટ કરવી જોઈએ, કારણ કે તેમ કરવાથી જ દેખાવ આકર્ષક લાગશે.
જૂનાં કપ-રકાબીને કલર કરીને તેને નાયલોનની દોરી વડે બાંધો, તેમાં એલ્યુમિનિયમની પાતળી નાની પાઈપ લગાવીને પણ તમે બનાવી શકો છો બિલકુલ યુનિક વિન્ડચાઈમ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન