ટિપિકલ શેપ નહીં, ઘરની સજાવટ કરો યુનિક શેપની વસ્તુઓથી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટિપિકલ શેપ નહીં, ઘરની સજાવટ કરો યુનિક શેપની વસ્તુઓથી

ટિપિકલ શેપ નહીં, ઘરની સજાવટ કરો યુનિક શેપની વસ્તુઓથી

 | 10:50 am IST
  • Share

ઘરને સજાવવાની વાત આવે ત્યારે દરેકને ઈચ્છા થાય કે પોતાના ઘરને એવી રીતે સજાવે કે આવનારા જોતાં રહી જાય. અત્યારે જ્યોમેટ્રિકલ સ્ટાઈલથી ઘર સજાવવાનો ટ્રેન્ડ છે. બેસવા માટેનું સ્ટૂલ હોય કે પછી ટેબલ લેમ્પ કે ફ્લાવરવાઝ-દરેકમાં અત્યારે જ્યોમેટ્રિકલ ડિઝાઈન ટ્રેન્ડી બની રહી છે.

ટેબલ લેમ્પની વાત કરીએ તો પાતળા રોડને જ્યોમેટ્રિકલ શેપમાં વાળી તેમાં વચ્ચે બલ્બ ભરાવવાનો હોય છે. આવો ટેબલ લેમ્પ તમારા સ્ટડી ટેબલ લેમ્પ, તમારા સ્ટડી ટેબલ અથવા ડ્રોઇંગરૂમમાં પણ રાખ્યો હોય તો સુંદર લાગે છે. આ ઉપરાંત જ્યોમેટ્રિકલ ડિઝાઈન ધરાવતી વૂડન ફ્રેમ પણ ડ્રોઇંગરૂમ કે લીવિંગરૂમમાં લગાવી શકો છો. જ્યોમેટ્રિકલ મેગેઝિન રેક પણ સીટિંગ એરેન્જમેન્ટની સાથે રાખી શકો છો.

ગાર્ડનમાં મોટું જ્યોમેટ્રિકલ શેપનું કૂંડું રાખી તેમાં તમે ઈચ્છો તો ફૂલ ગોઠવો કે પછી તેમાં માટી ભરીને કોઈ મોટો શો માટેનો છોડ રોપો તો પણ તે તરત ધ્યાન આકર્ષશે. તમારા ડ્રોઇંગરૂમમાં સીટિંગ એરેન્જમેન્ટની પાછળ જ્યોમેટ્રિકલ ફ્રેમ ધરાવતો અરીસો ગોઠવેલો હશે તો અતિથિનું ધ્યાન પહેલાં તેના તરફ દોરાયા વિના નહીં રહે. હેંગિંગ પોટમાં પણ હવે તો જ્યોમેટ્રિકલ પેટર્ન મળે છે, જેમાંથી લટકતી લીલીછમ વેલ બાલ્કનીનો લુક જ અલગ દર્શાવશે.

આ ઉપરાંત ડ્રોઇંગરૂમ, બાલ્કની કે લીવિંગરૂમમાં બેસવા માટેના સ્ટૂલનો શેપ પણ જ્યોમેટ્રિકલ હોય તો દેખાવમાં આકર્ષક લાગવાની સાથે કંઈક હટકે લાગે છે. તે સિવાય શો પીસ રાખવા માટે વોલ ઉપર પણ જ્યોમેટ્રિકલ ફ્રેમ લગાવો. આવી વૂડન ફ્રેમમાં નાની લાઇટ અને શા પીસ ગોઠવેલો હશે તો ઘરની રોનક વધી જશે.

હવેના સમયે ઘરના એન્ટ્રન્સમાં જ આવી અલગ અલગ શેપની વૂડન ફ્રેમ ગોઠવી તેની અંદર બુદ્ધ ભગવાનની ર્મૂિત, લાફિંગ બુદ્ધા, શો પીસ વગેરે ગોઠવવામાં આવે છે. ઘણા લોકો આર્િટફિશિયલ ગ્રાસ મેટ દીવાલ ઉપર લગાવીને આવી ફ્રેમ તેની ઉપર લગાવતા હોય છે, જે દેખાવે ખૂબ જ સુંદર લાગે છે.

આપણા ઘરમાં બેડરૂમમાં તમે બેડની પાછળની દીવાલ પર જ્યોમેટ્રિકલ પ્રિન્ટ ધરાવતી ફ્રેમ લગાવી શકો અથવા એવી પ્રિન્ટનો વોલપેપર પણ લગાવી શકો છો. કુશન કવરમાં પણ જ્યોમેટ્રિકલ પ્રિન્ટ હશે તો તમારા બેડરૂમની શોભા જ અનેરી લાગશે.

હોમ ટિપ્સ :- તૃષા દવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન