Decoupling of Chinese and Indian Economy is against trend : China
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતે ટપોટપ એવા નિર્ણય લીધા કે ખાંધા ચીનાઓની શાન ઠેકાણે આવી અને કહ્યું કે…

ભારતે ટપોટપ એવા નિર્ણય લીધા કે ખાંધા ચીનાઓની શાન ઠેકાણે આવી અને કહ્યું કે…

 | 1:00 pm IST

ચીને ભારતને ચેતવણી આપી દીધી છે કે તેઓ ભારતીય અર્થતંત્રથી ચીનના અર્થતંત્રને અલગ કરવાની કોશિષ ના કરે. ચીને કહ્યું કે જો ભારત આામ કરે છે તો બંને દેશોને જ નુકસાન થશે. ચીની રાજદૂતે કહ્યું કે ચીન ભારત માટે રણનીતિક રીતે કોઇ ખતરો નથી અને બંનેને એકબીજાની જરૂરિયાત છે.

ચીનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે મોદી સરકારે સુરક્ષાના કારણોસર ચીનની કેટલીય એપ્સ બેન કરી દીધી છે. તેની સાથે જ વિદેશી રોકાણ સહિત ભારતમાં વેપાર કરવાના કેટલાંય નિયમોમાં ફેરફાર કર્યા છે જેનાથી ચીની વેપારના હિત પ્રભાવિત થવાનું નક્કી છે.

ચીની રાજદૂત સન વેઇડોંગ એ ટ્વિટર પર લખ્યું કે ચીન એવા સંબંધોની વકાલત કરે છે જે બંને પક્ષો માટે ફાયદાકારક હોય અને કોઇને નુકસાન ના થાય. આપણું અર્થતંત્ર એક-બીજાનું પૂરક અને એક-બીજા પર નિર્ભર છે. તેને જબરદસ્તી નબળું કરવું ટ્રેન્ડની વિપરીત જવાનું છે. આથી બંને દેશોને માત્ર નુકસાન જ થશે. ચીન કોઇ વિસ્તારવાદી તાકાત કે રણનીતિક ખતરો નથી. બંને દેશોની વચ્ચે સદીઓથી શાંતિપૂર્ણ સંબંધ રહ્યા છે. અમે કયારેય આક્રમક રહ્યા નથી અને ના તો કોઇ દેશની કિંમત પર પોતાનો વિકાસ કર્યો છે.

વેઇડોંગે વધુમાં કહ્યું કે ચીનથી વધુ એક અદ્રશ્ય વાયરસ ખતરો થઇ શકે છે. ભારત અને ચીનના શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના લાંબા ઇતિહાસને રદ્દ કરવા સંકીર્ણ વિચારને દેખાડે છે અને આ નુકસાનદાયક પણ છે. હજારો વર્ષોથી મિત્ર રહેલા દેશને કેટલાંક અસ્થાયી મતભેદો અને મુશ્કેલીઓના લીધે વિરોધી અને રણનીતિક ખતરો બતાવો સંપૂર્ણપણે ખોટું છે.

તો આખી દુનિયામાં કેટલાંય મુદ્દાઓ પર ચીનને ઘેરવા પર ચીની રાજદૂતે કહ્યું કે તાઇવાન, હોંગકોંગ, શિનજિયાંગ અને શિજાંગ ચીનના આંતરિક મુદ્દા છે અને તેનાથી ચીનની સંપ્રભુતા અને સુરક્ષા જોડાયેલી છે. ચીન કોઇ બીજા દેશની આંતરિક બાબતમાં દખલ દેતા નથી અને ના તો કોઇ બહારની દખલને સહન કરે છે.

15 જૂનના રોજ લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ બાદથી તણાવ ઘટાડવા માટે ભારત અને ચીનના અધિકારી કેટલીય વાર્તા કરી ચૂકયા છે.

વિદેશ મંત્રાલયે ગુરૂવારના રોજ ઓનલાઇન બ્રીફિંગમાં કહ્યું કે બંને પક્ષોમાં સેનાને પાછળ હટાવાને લઇ સહમતિ બની છે પરંતુ અત્યારે તેની પ્રક્રિયા પૂરી થઇ નથી. ટૂંક સમયમાં જ કમાન્ડર સ્તરની એક વાર્તા થશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે અમને આશા છેકે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાને કાયમ કરવા અને તણાવને ઘટાડવા માટે ચીની પક્ષ ગંભીરતાથી કામ કરશે.

આ વીડિયો પણ જુઓ : ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાદળ ફાટ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન