NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સિંગદાણામાં ઘટાડો, ખાદ્યતેલો મજબૂત, રૂ-એરંડામાં સુધારો 

સિંગદાણામાં ઘટાડો, ખાદ્યતેલો મજબૂત, રૂ-એરંડામાં સુધારો 

 | 5:00 am IST

રાજકોટ, તા.૧૪

રૂપિયા સામે ડોલર મજબૂત બનતો હોવાથી નિકાસલક્ષી કૃષિ પેદાશોના વાયદાઓમાં સુધારા તરફી માહોલ રહેતા હાજર બજારમાં મજબૂતાઈ હતી. રાજ્યમાં એરંડાની ૧૬ હજાર બોરીની આવકે દિવેલમાં ૯૦૦ થી ૯૦૫માં નિકાસકારોની માંગે હજાર ટનના કામકાજ થયેલા. યાર્ડોમાં એરંડા ૧૦ સુધરી ૮૧૦ થી ૮૫૦, જગાણા ૮૬૫, કડી ૮૬૭, કંડલા ૮૬૨ થી ૮૬૩, ધોરાજી સાઈડ ૮૩૦ થી ૮૩૫, જૂનાગઢ-શાપુર ૮૬૦ થી ૮૬૫માં બિલ્ટીના કામકાજ હતા.

સિંગદાણામાં ટને હજાર ઘટી ૫૮ થી ૫૯ હજારમાં કામકાજ હતા. સૌરાષ્ટ્રમાં મગફળીની ૮૦ હજાર ગૂણીની આવકે પિલાણબરમાં મિલોની માગ જળવાઈ રહેતા ક્વિન્ટલે ૨૦૦ સુધરી ૧૪૨૦૦, ૨૦ કિલોના ૭૦૦ થી ૭૫૦, દાણાબરમાં ૨૦ કિલોએ ૧૦ ઘટી ૭૭૦ થી ૮૮૦ના ભાવ હતા.

ખાદ્યતેલોમાં વલણ વચ્ચે સિંગતેલ લૂઝ ૮૪૫ થી ૮૫૦માં ૧૫ ગાડીના કામકાજ હતા. કપાસિયા વોશમાં ૬૦૭ થી ૬૧૦માં ૨૫ ટેન્કરના કામકાજ હતા. પામોલિન લૂઝ ૫૯૪ થી ૫૯૫ અને સોયાલૂઝ ૬૭૧ થી ૬૭૨ હતું.

રૂની ૨૦૧૭-૨૦૧૮ની સિઝનમાં સરકારે સીસીઆઈને ૧ કરોડ ગાંસડી ખરીદવાની સૂચના આપી હોવાથી દેશભરમાં ખરીદી નીકળતા ગુજરાતમાંથી ૨૩,૦૦૦ ગાંસડીની ખરીદી કરાઈ છે. રૂ બજારમાં ધીમી ખરીદીથી ગાંસડીએ ૩૦૦ સુધરી ૩૭૫૦૦ થી ૩૮૦૦૦માં કામકાજ થયેલા. કપાસ ૮૨૫ થી ૯૬૦માં વેચાણ થયેલા.

ચણાના વાયદામાં સુધારાની અસરે હાજર મક્કમ રહેતા સૌરાષ્ટ્રમાં ૪૮૦૦ થી ૫૧૦૦માં કામકાજ હતા.

;