Deeepika padukone completed successful 12 years in the Bollywood
  • Home
  • Entertainment
  • Bollywood
  • આજનો દિવસ છે દીપિકા પાદુકોણ માટે ખાસ, જાણો 12 વર્ષ પહેલા શું થયુ હતુ આ અભિનેત્રી સાથે

આજનો દિવસ છે દીપિકા પાદુકોણ માટે ખાસ, જાણો 12 વર્ષ પહેલા શું થયુ હતુ આ અભિનેત્રી સાથે

 | 11:20 am IST

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ માટે આજનો દિવસ ખાસ છે. દીપિકાએ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 12 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આજના દિવસે 2007માં દીપિકાની ડેબ્યુ ફિલ્મ ઓમ શાંતિ ઓમ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દીપિકા શાહરૂખ સાથે રોમાન્સ કરતી નજર આવી હતી.

પોતાની પહેલી ફિલ્મથી જ દીપિકાએ સાબિત કર્યુ હતુ કે તે લાંબો રેસનો ઘોડો છે અને ફિલ્મોમાં તેનું ખાસ મહત્વ છે. તેની ખુબસુરતૂ, સ્ટાઈલ, સ્વભાવ, વ્યવહારથી તેણે સૌને ઇમ્પ્રેસ કર્યા હતા. દીપિકાએ બેક ટુ બેક કેટલીક હિટ ફિલ્મો દર્શકોને આપી હતી.

દીપિકાએ ઓમ શાંતિ ઓમમાં શાંતિપ્રિયાની ભૂમિકા નિભાવી તો લવ આજકલમાં મીરા પંડિતનો મોર્ડન રોલ નિભાવ્યો લવ આજ કલ 2નો બીજો પાર્ટ બની રહ્યો છે જેમાં સારા અલી ખાન કાર્તિક આર્યન મુખ્ય રોલ નિભાવશે.

આરક્ષણ ફિલ્મમાં પૂર્વી આનંદનો દમદાર રોલ નિભાવ્યો આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, મનોજ બાજપેયી, પ્રતીક બબ્બર જેવા દિગ્ગજ કલાકારોએ ભૂમિકા નિભાવી હતી. કોકટેલ ફિલ્મમાં વેરોનિકાનું પાત્ર ભજવી સૈફ અને દીપિકાની જોડી જામી હતી.

યે જવાની હૈ દિવાનીમાં નૈના તલવાર તરીકે એક શર્મીલી વિદ્યાર્થીનીનો રોલ નિભાવ્યો હતો. રણબીર સાથે તેની કેમેસ્ટ્રી સુપર હીટ રહી હતી. ચૈન્નઈ એક્સપ્રેસમાં સાઉથ આફ્રિકન પાત્ર ભજવી દર્શકોનું મન મોહી લીધું હતુ. ગોલિયો કી રાસ લીલા રામ લીલા ફિલ્મમાં દીપિકાએ જોરદાર પાત્ર નિભાવ્યુ દર્શકોના માનસપટ પર દીપિકા છવાઈ ચુકી. અહીંથી જ રણવીર સિંહ સાથે તેની પ્રેમકહાની શરૂ થઈ ચુકી હતી.

ફિલ્મ પીકૂમાં પીકૂ બેનર્જીનો દમદાર રોલ નિભાવ્યો હતો. જેમાં તે બંગાળી આર્કિટેક્ટ બની હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પિતાનો રોલ નિભાવ્યો હતો. તમાશા ફિલ્મમાં તારા માહેશ્વરીનો રોલ કર્યો. બાજીરાવ મસ્તાનીમાં મસ્તાની રોલ નિભાવ્યો. સંજય લીલા ભણસાળીની આ ફિલ્મમાં રણવીર સાથે પ્રિયંકા ચોપડાએ પણ મહત્વનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મ પદ્માવતમાં રાણી પદ્માવતીનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં શાહિદ કપૂર પણ તેમાં હતો.

દીપિકા હાલ મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં નજર આવશે. જે એક એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની કહાની છે. આ સિવાય તે રણવીર સિંહની આગામી ફિલ્મ 83માં તેની પત્નીની ભૂમિકા નિભાવશે. રૂમી દેવીના પાત્રમાં દીપિકા જાન રેડી દેશે.

આ વીડિયો જુઓ: એક્ટર સૂરજ પંચોલીની સંદેશ ન્યૂઝ સાથે ખાસ મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન