NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS

ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડની આવક વ્યાજ કે મૂડી-નફો ?

 | 6:01 am IST

સુપ્રીમ કોર્ટે ‘અનારકલી સારાભાઈ વિરુદ્ધ કમિશનર ઓફ ઈન્કમટેક્સ’ (224 ITR 422 (SC))ના કેસમાં ઠરાવ્યા અનુસાર પ્રેફરન્સ શેરના ‘રિડેમ્પ્શન’નો વ્યવહાર કલમ ૨(૪૭)ના સંદર્ભમાં હસ્તાંતરના વ્યાપમાં આવી જાય, કારણ કે શેર હોલ્ડરને શેરમાંના તેના હક જતા કરવા બદલ (for relinquishment) નાણાં મળે છે અને આવા વ્યવહારના ‘સરપ્લસ’ને મૂડી-નફા તરીકે આકારણીને પાત્ર ગણવો જોઈએ. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના તારણનો ઉપયોગી આધાર લઈને, નાણાકીય સંસ્થાઓ, કંપનીઓ કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઈશ્યૂ કરાતા બોન્ડ, ડિબેન્ચર કે યુનિટ્સના ‘રિડેમ્પ્શન’ સમયે મળતી વધારાની રકમને વ્યાજ તરીકે દર્શાવી ઊંચા દરે આવકવેરો ભરવાને બદલે, લાંબાગાળાના મૂડી-નફા તરીકે આવકવેરાના રાહતકારક દરને પાત્ર ગણવાનું આયોજન કરી શકાય. આ ઉપરાંત ‘સરપ્લસ ઓન રિડેમ્પ્શન’ને મૂડી-નફાની આવક તરીકે દર્શાવવામાં આવે તો તેના સંદર્ભમાં કલમ ૫૪, ૫૪ઈસી તથા ૫૪એફ હેઠળ ર્નિિદષ્ટ કરમુક્તિઓનો લાભ લેવાનું આયોજન પણ થઈ શકે.

ડિપ ડિસ્કાઉન્ટ બોન્ડની આવકની કરપાત્રતા

માન્ય સિક્યુરિટી તરીકે લિસ્ટેડ હોય તેવા ડિપ ડિસ્કાઉન્ટ બોન્ડ (DDB)ની આવક વ્યાજ તરીકે દર્શાવાય તો મહત્તમ ૩૦.૯૦% કે ૩૫.૫૩૫% સુધી આવકવેરાનો દર લાગે, પરંતુ કાનૂની ચુકાદાઓનો આધાર લઈને તેને લાંબગાળાનો મૂડી-નફો દર્શાવવામાં આવે તો માત્ર ૧૦.૩૦% વેરાકીય જવાબદારી ઉપસ્થિત થાય.

આ સંદર્ભમાં સીધા કરવેરા માટેના મધ્યસ્થ બોર્ડ દ્વારા તારીખ ૧૫-૨-૨૦૦૨ના રોજ સર્ક્યુલર નંબર-૨/૨૦૦૨ તેમજ તારીખ ૧૩-૫-૨૦૦૪ના રોજ સર્ક્યુલર નંબર-૪/૨૦૦૪ હેઠળ, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ‘ડિપ ડિસ્કાઉન્ટ બોન્ડ્ઝ’ના રિડેમ્પ્શન ઉપર મળતી વધારાની રકમ (અર્થાત્ રિડેમ્પ્શનના મૂલ્ય તેમજ મૂળ રોકાણ વચ્ચે તફાવતની રકમ)ને આવકવેરાના કાયદા હેઠળ રોકાણકારની કરપાત્ર વ્યાજની રકમ ગણવામાં આવશે.

બોર્ડના મંતવ્યથી વિરુદ્ધ કાનૂની ચુકાદાઓનું તાર્કિક અર્થઘટન

બોર્ડના ઉપરોક્ત મંતવ્યથી વિરુદ્ધ કેટલાક મહત્ત્વના કાનૂની ચુકાદાઓ હેઠળ એવું સ્પષ્ટપણે ઠરાવવામાં આવ્યું છે કે, કરદાતાએ ધારણ કરેલા બોન્ડનું રિડેમ્પ્શન કરવામાં આવે તે સંદર્ભમાં, Redemptionના આવા વ્યવહારને હસ્તાંતર અર્થાત્ Transfer ગણાય. Bondનું સાચું સ્વરૂપ Capital Assetનું હોઈ, રિડેમ્પ્શન સમયે રોકાણકારને થતાં લાભ કે ખોટની, મૂડી-નફા કે નુકસાન (Capital Gain or Loss) તરીકે આવકવેરા આકારણી કરાવી જોઈએ.

ઉપરોક્ત તારણ મુંબઈની ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલે ‘શ્રીમતી પરવીઝવાંગ ચુક બાસી વિરુદ્ધ જોઈન્ટ કમિશનર ઓફ ઈન્કમટેક્સ’ (102 ITD 123 (Mum.))ના કેસમાં આપેલા તેના વિસ્તૃત ચુકાદામાં ઠરાવ્યું છે. આ જ મુદ્દા ઉપર બીજો સીધો ચુકાદો મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ‘મધ્ય પ્રદેશ ફાઈનાન્સિયલ કોર્પોરેશન વિરુદ્ધ કમિશનર ઓફ ઈન્કમટેક્સ’ (132 ITR 884 (MP))ના કેસમાં પણ આપેલો છે.

મુંબઈ ટ્રિબ્યૂનલે કરદાતાની તરફેણમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના બે ચુકાદાઓ ‘સી.આઈ.ટી. વિરુદ્ધ રસિકલાલ માણેકલાલ HUF‘ (177 ITR 198 (SC)) તેમજ ‘ર્કાિતકેય સારાભાઈ વિરુદ્ધ સી.આઈ.ટી.’ (228 ITR 163 (SC))ના તારણોનો ઉપયોગી આધાર લેતાં એમ ઠરાવ્યું છે કે, મૂડી-નફાના ઉદ્ભવ માટે મિલકતનું વેચાણ કરાવું જરૂરી નથી. Relinquishment of an Asset or Extinguishment of right in an Asset પણ Transferના પ્રકાર ગણાતા હોઈ Redemption of Bondના વ્યવહારની લાક્ષણિકતાઓ તપાસતાં, તેનો આ વર્ગીકરણમાં સમાવેશ થાય અને તેથી બોન્ડના રિડેમ્પ્શન ઉપર કરદાતાને મૂડી-નફો કે નુકસાન ઉદ્ભવે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પણ ઉપરોક્ત ચુકાદામાં બોન્ડના રિડેમ્પ્શન ઉપર મળતી રકમને મૂડી-નફા સ્વરૂપી ઠરાવી હોઈ, તે ચુકાદાને અનુસરવાનું મુંબઈ ટ્રિબ્યૂનલે યોગ્ય ઠરાવ્યું.

લાંબાગાળાના મૂડી-નફાની ગણતરીનો અનેરો લાભ !

કરપાત્ર આવક ઉપર મહત્તમ દરે આવકવેરો ભરવાને પાત્ર એવા કરદાતાઓના કેસમાં, ‘ડિપ ડિસ્કાઉન્ટ બોન્ડ્ઝ’ (DDB) ઉપર મળતી આવક જો વ્યાજ તરીકે દર્શાવવામાં આવે તો તેના ઉપર ૩૦.૯૦% કે ૩૫.૫૩૫%ના દરે આવકવેરો ભરવાની જવાબદારી ઉપસ્થિત થાય. આની સરખામણીમાં DDBની સરપ્લસ રકમને જો લાંબાગાળાના મૂડી-નફા તરીકે ગણવામાં આવે તો તેના ઉપર આવકવેરાના કાયદાની કલમ ૧૧૨ અન્વયે DDB ‘લિસ્ટેડ સિક્યુરિટી’ના વર્ગીકરણમાં આવતા હોય તો માત્ર ૧૦.૩૦%ના દરે આવકવેરાને પાત્ર બને. ઉપરોક્ત સંદર્ભમાં એ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે, કલમ ૪૮ા પ્રોવિઝો હેઠળના નિયંત્રણ અનુસાર બોન્ડના કેસમાં ‘ઈન્ડેક્ષેશન’નો લાભ મળી શકતો નથી.

ઉપરોક્ત સંદર્ભમાં એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે, અનેક કોર્ટો દ્વારા એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે, ન્યાયિક ચુકાદાઓથી વિરુદ્ધ મંતવ્ય દર્શાવતા બોર્ડના પરિપત્રને માન્ય કે બંધનકર્તા ગણી શકાય નહીં.