Deep Sidhu Arrested He Was Planning To Flee For Purnia
  • Home
  • Featured
  • દર-દર ભટકી રહેલા દિપ સિદ્ધૂનો હતો આ પ્લાન, છેલ્લા 5 દિવસથી કપડા પણ નહોતા બદલ્યા

દર-દર ભટકી રહેલા દિપ સિદ્ધૂનો હતો આ પ્લાન, છેલ્લા 5 દિવસથી કપડા પણ નહોતા બદલ્યા

 | 9:48 am IST
  • Share

ગણતંત્ર દિવસના બપોરે લાલ કિલ્લા પર આચરવામાં આવેલી હિંસાનો ચર્ચિત આરોપી દીપ સિદ્ધૂને 14ના દિવસે કુલાછૂપી બાદ આખરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝડપી લીધો છે. પંજાબી અભિનેતા દીપ સિદ્ધૂ પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. હવે આ અભિનેતાને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે.

સ્પેશિયલ સેલની જાંબાજોની 6 ટીમો જુદી જુદી ઠેકાણે ધડાધડ છાપામારી કરી રહી હતી. આખરે સોમવારે વહેલી સવાર આ ટીમને સફળતા હાથ લાગી હતી. સ્પેશિયલ સેલનો દાવો છે કે, તેણે હરિયાણાના કરનાલ નજીકથી દીપને ઝડપી લીધો હતો. સિદ્ધુ બિહારના પૂર્ણિયા ભાગી છુટવાની ફિરાકમં હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે, દીપ સિદ્ધૂએ પોલીસથી બચવા એક ધાર્મિક સ્થળમાં આશ્રય લીધો હતો. જોકે સત્તાવાર રીતે આ મામલે હજી સુધી કોઈ વ્યક્તિ બોલવા તૈયાર નથી.

5 દિવસથી કપડા પણ નહોતા બદલ્યા

26મી જાન્યુઆરીની રાત્રે જ સિદ્ધુ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. તેણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી લીધો હતો. તેના મોબાઈલનું છેલ્લુ લોકેશન હરિયાણામાં હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ આરોપીને ઝડપી પાડવા દિલ્હી પોલીસની સ્પેસિયલ સેલની 6 ટીમો સંભવિત એવા જુદા જુદા ઠેકાણે એક પછી એક દરોડા પાડી રહી હતી. સિદ્ધુની પત્ની મૂળરૂપે ઝારખંડની રહેવાસી છે. હાલ તે બિહારના પૂર્ણિયામાં રહી રહી છે. સિદ્ધૂના મિત્રો પણ તેને ઘર કે આશ્રય આપવા અને મદદ કરવા ખચકાઈ રહ્યાં હતાં. જેના કારણે સિદ્ધૂની હાલત એવી થઈ ગઈ હતી કે, તેણે છેલ્લા 5 દિવસથી પોતાના કપડા પન નહોતા બદલ્યા.

આ દરમિયાન તે કોઈ વ્યક્તિના સંપર્કમાં હતો જેને મદદ કરતા તેના માટે કરનાલમાં એક કારની વ્યવસ્થા કરી આપી હતી. આ દરમિયાન સિદ્ધૂએ અનેક વીડિયો બનાવ્યા હતા પરંતુ અપલોડ કરવાનું કામ અમેરિકાના કેલિફોર્નિયામાં બેઠેલી તેની એક મહિલા મિત્ર કરી રહી હતી. આ આખી દીપ સિદ્ધુની જ ચાલ હતી જેથી કરીને તપાસ એજન્સીઓ તેને ટ્રેસના કરી શકે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો