Deepak Raj of Became the first Indian MLA in Australia
  • Home
  • Featured
  • ઓસ્ટ્રેલિયાની વિધાનસભામાં ભારતીયે બાઈબલ નહીં આ ગ્રંથ પર હાથ રાખી શપથ લીધા

ઓસ્ટ્રેલિયાની વિધાનસભામાં ભારતીયે બાઈબલ નહીં આ ગ્રંથ પર હાથ રાખી શપથ લીધા

 | 1:35 pm IST

ઓસ્ટ્રેલિયાની વિધાનસભા એટલે કે ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરી અસેમ્બલીમાં ઐતિહાસિક પળ હોવા મળી હતી. ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરી અસેમ્બલીમાં ચૂંટાયેલા ભારતીય મૂળના દીપક રાજ ગુપ્તાએ શ્રીમદ ભાગવદ ગીતા પર હાથ મુકીને વિધાયક પદના શપથ ગ્રહણ કર્યા હતાં.

દીપક રાજ માત્ર 30 જ વર્ષના છે અને તે ઓસ્ટ્રેલિયાની વિધાનસભામાં ધારાસભ્ય બનેલા પહેલા ભારતીય મૂળના વ્યક્તિ છે. દીપક રાજ વર્ષ 1989માં ઓસ્ટ્રેલિયા આવ્યા હતાં..

સામાન્ય રીતે ઓસ્ટ્રલિયાના ગૃહમાં બાઈબલ પર હાથ રાખીને શપથ લેવામાં આવે છે. પરંતુ નિયમ પ્રમાણે અન્ય ધર્મના ગ્રંથ સાથે પણ શપથ લઈ શકાય છે.

દીપકે જણાવ્યું કે, મેં પહેલાથી જ ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લેવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રલિયાના ગૃહમાં બાઈબલ પર હાથ રાખીને શપથ લેવામાં આવે છે. પરંતુ મેં જ્યારે મારી ઈચ્છા વ્યક્ત કરી તો અધિકારીઓએ નિયમો ચેક કર્યા અને ત્યારબાદ નિયમ પ્રમાણે કોઈ પણ ધર્મના ગ્રંથ સાથે શપથ લઈ શકાય તેવી જાણ થઈ હતી. ત્યારબાદ મને કોઈ પણ પ્રકારના બંધન વિના મંજૂરી આપી દીધી હતી. શપથ લીધા બાદ ભગવદ્ ગીતાને મેં એસેમ્બલીને યાદગીરી તરીકે ભેટ આપી દીધી હતી.

દીપકની ઓસ્ટ્રેલિયામાં કહાણી ઘણી સંઘર્ષ ભરેલી છે. દીપકના ભાઈ કર્નલ અનિલે જણાવ્યું કે, દીપકે ઓસ્ટ્રેલિયામાં કાર ધોવાથી માંડીને રેસ્ટોરેન્ટમાં પણ કામ કર્યુ છે. દીપક કામની સાથે સાથે અભ્યાસ પણ કરતા હતા. દીપકને ઓસ્ટ્રેલિયામાં વર્ષ 1991માં પ્બલિક રિલેશન ઓફિસરની જોબ મળી હતી. ત્યારબાદ તેમને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં એક્ઝિક્યૂટીવ ઓફિસરની સરકારી નોકરી મળી હતી.

30 વર્ષીય દીપક ભારતીય સંસ્કૃતિને પ્રમોટ કરવા માટે ઘણા કાર્યક્રમો પણ કર્યા છે. કેનબરામાં ભારતના વિવિધ તહેવારોની ઉજવણીમાં ઓસ્ટ્રેલિયાના મંત્રીઓને પણ આમંત્રિત કર્યા હતા જેથી ભારતીય સંસ્કૃતિ વિશે વધુમાં વધુ લોકો જાણી શકે. દીપકે મંદિર અને ગુરુદ્વારા બનાવવા માટે યોગદાન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન