આ સાંસદે ક્યારેય ઉપયોગ નથી કર્યો લાલબત્તીનો, નથી અપનાવ્યું VIP કલ્ચર PHOTOS - Sandesh
  • Home
  • India
  • આ સાંસદે ક્યારેય ઉપયોગ નથી કર્યો લાલબત્તીનો, નથી અપનાવ્યું VIP કલ્ચર PHOTOS

આ સાંસદે ક્યારેય ઉપયોગ નથી કર્યો લાલબત્તીનો, નથી અપનાવ્યું VIP કલ્ચર PHOTOS

 | 5:29 pm IST

કેન્દ્ર સરકારે વીઆઈપી કલ્ચર ખતમ કરવા માટે મહત્વનું પગલું લીધુ અને લાલબત્તીના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો. પરંતુ એક યુવા સાંસદ એવા છે જેઓ સાઈલેન્ટ રીતે કામ કરે છે અને લાઈમલાઈટથી બિલકુલ દૂર રહે છે. સાંસદ બન્યાં ત્યારથી તેમણે ક્યારેય લાલબત્તીવાળી ગાડીનો ઉપયોગ કર્યો નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશભરમાં વીઆઈપી કલ્ચર ખતમ કરવા માટે મોટો ફેસલો લીધો છે. મોદી સરકારના આ ફેંસલાથી હવે દેશમાં કોઈ પણ ગાડી પર લાલબત્તીનો ઉપયોગ થશે નહીં. પરંતુ આ સાંસદે તો પહેલેથી લાલબત્તીનો ઉપયોગ નથી કર્યો કે વીઆઈપી કલ્ચર અપનાવ્યું નથી. આ સાંસદ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર હુડ્ડા છે. મોદી સરકારે વીઆઈપી કલ્ચર ખતમ કરવાનો ફેસલો લીધો તો સાંસદ દીપેન્દ્ર હુડાની મિસાલ અપાવવા લાગી. દીપેન્દ્ર ત્રણવાર સાંસદ રહી ચૂક્યા છે. પરંતુ તેમણે ક્યારેય તેમની ગાડી પર લાલબત્તી લગાવી નથી. ક્યારેય વીઆઈપી કલ્ચરને અપનાવ્યું નથી.

તેમના પિતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા મુખ્યમંત્રી હતા ત્યારે સીઆઈડીએ પોતાના અહેવાલમાં દીપેન્દ્ર ને બ્લેક કેટ કમાન્ડો રાખવાની સલાહ આપી હતી. પરંતુ તે વખતે પણ દીપેન્દ્રએ સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો હતો. મોદી સરકારે લાલબત્તીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો ત્યારબાદ ફેસબુક અને ટ્વિટર પર દીપેન્દ્ર હુડ્ડા પણ ખુબ ટ્રેન્ડ કરવા લાગ્યાં.

વીઆઈપી કલ્ચર ખતમ કરવા મુદ્દે દીપેન્દ્ર હુડાએ જણાવ્યું હતું કે તેમને જનતાએ પસંદ કર્યા છે અને જનતા વચ્ચે રહેવાનું હોય તો વીઆઈપી કલ્ચર છોડવું પડે. આ વીઆઈપી કલ્ચર જ જનપ્રતિનિધિઓ અને જનતા વચ્ચે અંતર પેદા કરે છે. દીપેન્દ્રએ એમડીયુમાંથી બેચલર ઓફ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ એમબીએ કરવા માટે અમેરિકા ગયા હતાં જ્યાં તેમણે ઈન્ડિયાના યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો.