Deepika and Ranveer Singh In Isha Ambani's Pre wedding Event
  • Home
  • Featured
  • Photos: દીપિકા-રણવીર પહોંચ્યા ઈશા અંબાણીની પ્રી-વેડિંગ ઇવેન્ટમાં, જોઇ લો શાનદાર PICS

Photos: દીપિકા-રણવીર પહોંચ્યા ઈશા અંબાણીની પ્રી-વેડિંગ ઇવેન્ટમાં, જોઇ લો શાનદાર PICS

 | 11:10 am IST

ઈશા અંબાણીનું પ્રી-વેડિંગ બૈશ 8 ડિસેમ્બરથી ઉદયપુરમાં શરૂ થઈ ચુક્યુ છે. બે દિવસ ચાલનારી આ ઇવેન્ટમાં બોલીવુડ સ્ટાર્સ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય નીકાળીને અંબાણી પરિવારનાં જશ્નમાં સામેલ થવા પહોંચ્યા હતા. તાજેતરમાં જ લગ્નનાં બંધનમાં બંધાયેલા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ ઉદયપુર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈશા અને આનંદનાં લગ્ન 12 ડિસેમ્બરનાં મુંબઈમા થવા જઈ રહ્યા છે. ઉદયપુરમાં થનારા આયોજનમાં પ્રિયંકા ચોપરા અને નિક પણ પહોંચ્યા હતા. તો દેશનાં મોટા બિઝનેસમેન રતન ટાટા પણ અંબાણીની ખુશીઓમાં સામેલ થવા પહોંચ્યા હતા.

આ ઉપરાંત ક્રિકેટર હરભજનસિંહ તેની પત્ની ગીતા બસરા સાથે પહોંચ્યો હતો. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતુ. વિદ્યા બાલન આ ઇવેન્ટમાં પોતાની ફેમિલી સાથે પહોંચી હતી. ઈશા અંબાણીની મહેંદી સેરેમની માટે વિદ્યાએ ગ્રીન કલરનો લહેંગો અને ગૉલ્ડન જ્વેલરી પહેરી હતી. તો પાર્ટીમાં જ્હાન્વી કપૂર, રિયા કપૂર, કરિશ્મા કપૂર, પરિણીતિ ચોપરા અને ખુશી કપૂર મસ્તી કરતા જોવા મળ્યા હતા.

આ ઇવેન્ટમાં રવીના ટંડન પોતાની દીકરી સાથે પહોંચી હતી. આ ઇવેન્ટમાં અરિજીત સિંહે પણ ખાસ પરફૉર્મન્સ આપ્યું હતુ. આ ઇવેન્ટમાં અનિલ કપૂરની દીકરી, સાક્ષી સિંહ ધોની, અમેરિકન રાજનેતા હિલેરી ક્લિંટન, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, જૈકલીન ફર્નાન્ડિસ સહિતનાં સ્ટાર્સ પણ પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.