Deepika hard to go to JNU, Ajay's Tanhaji pushes Chappak box office collection
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીપિકાને JNUમાં જવું ભારે પડ્યું, અજયની તાન્હાજીએ છપાકને ઉંધા માથે પછાડી

દીપિકાને JNUમાં જવું ભારે પડ્યું, અજયની તાન્હાજીએ છપાકને ઉંધા માથે પછાડી

 | 11:44 am IST

2020ની શરૂઆતમાં જ બોલિવૂડની બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર આસને સામને છે. અમે વાત કરી રહ્યા છીએ દીપિકાની છપાક અને અજય દેવગણ ની તાન્હાજીની અંગે. આ બંને ફિલ્મોને લઇને સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચાઓ થઇ. આ ચર્ચાની અસર બોક્સ ઓફિસ પર પડવાની સંભાવના પણ છે. જો કે હવે તાન્હાજી અને છપાકના ઓપનિંગ ડેનું ક્લેક્શન સામે આવી ગયું છે. જો કે આ શરૂઆતી આંકડા છે.

એક રિપોર્ટ મુજબ તાન્હાજીની પહેલા દિવસની બોક્સ ઓફિસ કમાણી સારી રહી,. તાન્હાજીએ પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 16 કરોડ રૂપિયાનું ઓપનિંગ ક્લેક્શન કર્યું. આ ફિલ્મને ખાસ કરીને મહારાષ્ટ્રમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. વળી નોર્થ અને ઇસ્ટમાં પણ પહેલા દિવસે ફિલ્મે સારું પ્રદર્શન કર્યું છે. જો કે સાઉથ ઇન્ડિયામાં ફિલ્મને જોઇએ તેવો શરૂઆતી રિસ્પોન્સ નથી મળ્યો.

આ રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક પણ પહેલા દિવસે 4.75 કરોડની કમાણી કરી છે. આશા હતી કે છપાક 6 કરોડની આસ પાસ પહેલા દિવસે કમાણી કરશે. પણ આ ફિલ્મ 4.75 કરોડ પર જ રોકાઇ ગઇ. જો કે માનવામાં આવી રહ્યું છે કે પહેલા વીકેન્ડ એટલે કે શનિ રવિવાર છપાકનું બોક્સ ઓફિસમાં સારા ઉછાળો જોવા મળી શકે છે.

આ પહેલા તરણ આર્દશે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં જણાવ્યું હતું કે અજય દેવગણની ફિલ્મ તાન્હાજી 3880 સ્ક્રીન પર રીલિઝ થશે જ્યારે દીપિકાની છપાક 1700 સ્ક્રીન પર રીલિઝ થશે. આ દેખતા બોક્સ ઓફિસ કલેક્શનમાં આ અંતર જોવા મળવું સામાન્ય છે. વળી છપાકને 4 રાજ્યોમાં ટેક્સ ફ્રી પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે જોવું તે રહેશે કે પહેલા વીકેએન્ડ પર આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે.

આ  પણ જુઓ :માચલ પ્રદેશના કિન્નોરમાં ભારે હિમવર્ષા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન