deepika learn hook step of dheeme dheeme song from kartik aaryan
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: દીપિકા અને કાર્તિકે એરપોર્ટ પર જ ઠુમકા લગાવ્યાં, આજુબાજુના લોકો દિવાના થઈ ગયાં!

VIDEO: દીપિકા અને કાર્તિકે એરપોર્ટ પર જ ઠુમકા લગાવ્યાં, આજુબાજુના લોકો દિવાના થઈ ગયાં!

 | 3:02 pm IST

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’નું ધીરે ધીરે ‘ગીત આજકાલ ઇન્ટરનેટ પર છવાયેલું રહે છે. આ ગીતનો ક્રેઝ ફેન્સ સિવાય સેલિબ્રિટીમાં પણ જોવા મળી રહ્યો છે. હાલમાં જ અભિનેત્રી દીપિકા પાદુકોણે કાર્તિક આર્યનના આ ગીત પર સ્ટેપ શીખવવા વિનંતી કરી હતી. શુક્રવારે દીપિકા પાદુકોણે આ ઇચ્છા વ્યક્ત કરી હતી અને કાર્તિક આર્યને ‘ધીમે ધીમે’ ગીત પર સ્ટેપ પણ શીખવ્યા હતાં.

હવે દીપિકા પાદુકોણ અને કાર્તિક આર્યનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાર્તિક એરપોર્ટ પર જ દીપિકાની ઇચ્છા પૂરી કરતો જોવા મળે છે અને અભિનેત્રી સાથે ‘ધીમે ધીમે ગીતના સ્ટેપ શીખવી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર્તિક આર્યન કારમાંથી ઉતરતાની સાથે જ એરપોર્ટ પર દીપિકાને મળ્યો હતો. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન