deepika made statement over working together with ranveer singh
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણવીર સિંહ સાથે કામ કરવાની વાત પર દીપિકા બોલી-એની સાથે હું કારમાં પણ ન બેસું

રણવીર સિંહ સાથે કામ કરવાની વાત પર દીપિકા બોલી-એની સાથે હું કારમાં પણ ન બેસું

 | 5:45 pm IST

હાલમાં મોસ્ટ રોમેન્ટિક કપલ દીપિકા રણવીરને લઈ એક સમાચાર સામે આવ્યા છે. દીપિકા પાદુકોણે કહ્યું છે કે તે કામ પ્રત્યે એટલી ચોક્કસ છે કે તે રણવીર સિંહ સાથે ક્યારેય પત્નીની જેમ વર્તન નથી કરતી. તે ફિલ્મના સેટ પર જવા માટે રણવીર સિંહ સાથે કારમાં બેસવાની પણ મનાઈ કરે છે.

ફિલ્મ વિવેચક અનુપમા ચોપડા સાથેની વાતચીતમાં દીપિકાએ ઘણા મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી હતી અને પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતાં. દીપિકાએ કહ્યું કે, જો તમે રણવીર અને મને ફિલ્મના સેટ પર જોતા હોવ તો અમે ત્યાં સામાન્ય કરતાં અલગ છીએ. અમે કદાચ એક કારમાં બેસીને સેટ પર પણ ન જઈએ. કારણ કે અમારુ બન્નેનું કામ જુદું છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે તમે જ્યારે સાથે કામ કરી રહ્યા હો ત્યારે કોઈ તમારી સાથે પતિ-પત્ની અને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની જેમ વર્તે તેવી અપેક્ષા રાખવામાં આવતી નથી.

દીપિકા આગામી વર્ષના પ્રારંભથી ‘છપાક’ પછી ‘ડાર્ક રોમેન્ટિક ફિલ્મ’નું શૂટિંગ શરૂ કરશે. દીપિકાએ ‘યે જવાની હૈ દીવાની’, ‘કોકટેલ’, ‘ગોલીઓં કી રાસલીલા: રામલીલા’ જેવી અનેક રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે નકારાત્મક પક્ષ અને તેના રોમાંસ પર આધારિત ફિલ્મોને ‘ડાર્ક રોમેન્ટિક ફિલ્મો’ કહેવામાં આવે છે.

જ્યારે ફિલ્મ વિવેચક અનુપમા ચોપડાએ અભિનેત્રીને રોમેન્ટિક ફિલ્મ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, મને એક એવી ફિલ્મ મળી છે જેનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાની સંભાવના છે પરંતુ તે કોઈ ખરાબ ફિલ્મ નથી. તે ડાર્ક ફિલ્મ હશે અને એમાં હું રોમેન્ટિક પાત્ર કરવાની છું.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં ગટરમાં કામ કરતા 2 શ્રમિકના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન